________________
એક સેકન્ડ પણ રાગ-દ્વેષ ન આવી જાય, તે માટે ભગવાને કેટલી કાળજી રાખી છે. ભોજન કરવાના ઉદાહરણોઃ
૧) વણ લેપઃ ૨) પડામાં તેલઃ
૩) પુત્રનું માંસ (ચિલાતી પુત્રની પાછળ પડતી વખતે પુત્રી સુસમાનું માંસ ખાતા પિતાની મનોદશા કેવી હશે?
ભોજનનો ક્રમ પ્રથમ સ્નિગ્ધ મધુર, પિત્તના શમન માટે, બુદ્ધિ વગેરે વધે માટે. પછી ખોટા પદાર્થો, છેલ્લે તુરા-કડવા પદાર્થો.
ભોજનના આ ક્રમનું કારણ એ પણ છે કે પાછળથી સ્નિગ્ધ પદાર્થો વધે, પેટ ભરાઈ ગયું હોય તો સ્નિગ્ધ પદાર્થો પરવવા પડે. માટે જ પ્રથમ સ્નિગ્ધ મધુર પદાર્થો આરોગવા.
ભોજનના વખાણ કરતા વાપરીએ તો અંગાર દોષ. નિંદા કરતાં વાપરીએ તો ધૂમ્રદોષ લાગે ભોજનની ત્રણ પદ્ધતિઓઃ કટ છેદ (ખીચડી વગેરેમાં), પ્રતર છેદ (રોટલી વગેરેમાં) સિંહભક્ષિત (પાત્રામાં જેમ પડ્યું હોય તેમજ વાપરવું) ત્રણ પદ્ધતિએ વાપરવાનું છે.
સારામાં સારા પદાર્થો હોય તેમાં આસક્તિ ન થાય માટે બાર ભાવના આદિથી મનને ભાવિત બનાવવું જોઈએ.
આહારના છ કારણોઃ ૧) સુધાવેદનીય માટે, ૨) વૈયાવચ્ચ માટે, ૩) ઈર્યાસમિતિ માટે ૪) સંયમની સાધના માટે, ૫) પ્રાણ નિમિત્તે, ૬) ધર્મચિંતન માટે.
તપથી સેવા ન થઈ શકતી હોય તો તપ ગૌણ કરો. સેવા મુખ્ય છે. સેવા નહિકરો ને ગ્લાનની સમાધિન રહેતો કેટલો દોષ લાગે? આંખે અંધારા આવેતો ઈર્યાસમિતિપૂર્વક કઈ રીતે ચાલી શકાય?
શરીરને નહિ, રાગ-દ્વેષને પાતળા બનાવવાના છે. શાસ્ત્રોના પદાર્થોને વાગોળવાતે ધર્મચિંતા છે.
૨૩ કલાક બીજી પ્રવૃત્તિઓ કરીએ ને ૧ કલાક ધ્યાન કરીએ તો મન ક્યાંથી લાગે? દિવસની તમામ પ્રવૃત્તિ તેને અનુરૂપ હોવી જોઈએ. તો જ ધ્યાનનું સાતત્ય રહે. કહે કલાપૂર્ણસૂરિ .........
... ૨૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org