________________
મોહનો તો જ વિજય થાય જો આપણે પ્રમાદમાં પડીએ.
મદ્ય, વિષય, કષાય, નિદ્રા, નિંદા (વિકથા) આ પાંચ પ્રમાદ છે.
અજ્ઞાન ૧, સંશય ૨, મિથ્યાજ્ઞાન ૩, મતિ ભ્રંશ ૪, રાગ ૫, દ્વેષ ૬, ધર્મમાં અનાદર ૭ અને યોગોમાં દુપ્પણિધાન ૮ આ આઠ પ્રમાદ ભગવતીમાં બતાવ્યા છે.
બધા પ્રમાદો અજ્ઞાનમાંથી પેદા થાય છે. માટે અજ્ઞાન સૌ પ્રથમ મૂક્યો. અનંતકાળ એકેન્દ્રિયમાં કાઢ્યો છેને! તીવ્ર અજ્ઞાન – તીવ્રમોહ છે ત્યાં...
છીપ છે કે ચાંદી? એ સંશય, વિપરીત જ્ઞાન તે મિથ્યાજ્ઞાન, છીપમાં ચાંદીની બુદ્ધિ.
પુદ્ગલમાં ચેતનનો ભ્રમ, આ જ અવિદ્યા છે. અનિત્યમાં નિત્ય, અપવિત્રમાં પવિત્ર, અચેતનમાં ચેતનબુદ્ધિ તે અવિદ્યા. શરીર અનિત્ય, અપવિત્ર, અચેતન છે છતાં આપણી બુદ્ધિ ઉલ્ટી છે.
મતિભ્રંશ – બુદ્ધિની ભ્રષ્ટતા. મિથ્યાજ્ઞાનનું આ ફળ છે. સમ્યકત્વથી મિથ્યાત્વ જાય, મતિભ્રંશ પણ જાય, પણ હજુ રાગ-દ્વેષ ઉભા રહે. ધર્મમાં અનાદર પણ ઉભો રહે. મન - વચન-કાયા બરાબર ન જોડાય તે પણ પ્રમાદ છે.
ધર્માનુષ્ઠાન વખતે ત્રણેય યોગોની ચંચળતા દુપ્પણિધાન છે. આ આઠ મોઢાવાળા પ્રમાદ રાક્ષસનો વિશ્વાસ કરવા જેવો નથી, એમ ઉપા. મ. કહે છે.
જે વિશ્વાસ ભગવાન, ગુરુ પર મૂક્વો જોઈએ તે વિશ્વાસ આપણે પ્રમાદ પર મૂકી દીધો છે.
* ધ્યેય માત્મવધનિષ્ઠા એમને એમ આત્મબોધનહિ થાય, પહેલા પરમાત્માને પકડવા પડશે.
ખોવાયેલો આત્મા પરમાત્મા દ્વારા મળશે. જે દિવસે તમારું મન પરમાત્મામાં લાગ્યું તે દિવસે તમને આત્મા મળી ગયો સમજજો.
આપણા આત્માની ચિંતા આપણે જેટલી નથી કરતા, તેથી વધુ પરમાત્મા કરે છે.
આત્મબોધ થયા પછી પણ પ્રભુ કે પ્રભુશાસનની ઉપેક્ષા નથી કરવાની. આ ક્ષયોપશમ ભાવ છે. ક્યારે પણ જઈ શકે છે.
Jain Education International
international
..... કહે કલાપૂર્ણસૂરિ *
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org