________________
મંગળ, ૭-૯-૯૯, શ્રા. વદ-૧૨-૧3.
* ગુનો ન કરે તેને સજા નથી મળતી. રાગ-દ્વેષ ન કરે તેને કર્મ બંધાતા નથી. રાગ-દ્વેષ કરવા એ જ ગુનો ગુનો કરનારને સજામળેજ. સિદ્ધોને નથી મળતી. કારણકે તેઓ કોઈ ગુનો કરતા નથી.
મલ્લિનાથ ભગવાનને સ્ત્રી બનવું પડ્યું. અચ્છેરું થયું, પણ કર્મસત્તાએ કાયદો ન બદલાવ્યો.
આ કર્મસત્તાથી છોડાવનાર ધર્મસત્તા છે. મદેવી માતાને કર્મસત્તાથી છોડાવનાર ભગવાનના દર્શન હતા.
* જ્યારથી સંસાર છે ચારથ તીર્થકર ભગવાન છે જ. તીર્થકર ઘણીવાર મળ્યા હશે, પણ યોગાવંચકપણું નથી મળ્યું. તીર્થકર કે ગુરુમને તાનારા છે એવું ન જણાય ત્યાં સુધી યોગાવંચકપણું મળતું નથી.
ગોશાળો અને ગૌતમ બને મહાવીર મળેલા. એકને ફળ્યા બીજાને ટ્યા. એકને યોગાવંચકપણું મળ્યું બીજાને ન મળ્યું.
*ગાડીમાં બેઠા પછી તમે શું પુરુષાર્થક્ય? છતાં તમે મુંબઈથી અહીં આવી ગયાને?
ભગવાનના શ્રુત- ચારિત્રધર્મની ગાડીમાં બેસી જાવ. સ્વયમેવમુક્તિનગરે પહોંચી જશો. આપણે માત્ર તેમાં બેસવાનો પ્રયત્ન કરવાનો છે. માત્ર સમર્પિત થવાનું છે. બાકી બધું ભગવાન સંભાળી લેશે. - સાગરમાં તોફાન આવે ત્યારે ખલાસી – નાવિકનું માનવું પડે, કહે તેમ કરવું પડે, તેમ મોહના તોફાનમાં દેવ-ગુરુની વાત માનવી પડે.
કહે કલાપૂર્ણસૂરિ ....
... ૨૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org