________________
આવે.
* ૨૨ વર્ષ પહેલા રજનીશભાઈ કચ્છ-માંડવીમાં આવવાના હતા. કચ્છના મહારાજાનો માંડવીમાંનો ‘વિજય પેલેસ’ મહેલ આશ્રમ રૂપે ફેરવાઈ જવાની તૈયારીમાં હતો. મેં લાકડીયાના બાબુભાઈ મેઘજીને વાત કરી ઃ ‘આ ઠીક થતું નથી.’ પછી એવી બાજી ગોઠવાઈ ગઈ કે તેઓનું આગમન ટળી ગયું. અમેરિકા જતા રહ્યા. આ કચ્છી માડુનો વિજય હતો.
:
-
અમે દક્ષિણમાં ૫-૬ વર્ષ રહ્યા. ત્યાંની સ્થાનિક પ્રજા મૂળભૂત રીતે હિંસક છે. બકરાના બલિદાનો ઠેર-ઠેર અપાય છે. જ્યારે હેમચન્દ્રસૂરિ-કુમારપાળના પ્રભાવથી ગુજરાત – રાજસ્થાન કચ્છમાં એવું જોવા ન મળે. કચ્છમાં તો એવો મુસ્લીમો વસે છે, જેઓએ જીંદગીમાં માંસ જોયું નથી, ખાધું નથી. માંડવીમાં એક મુસ્લીમ માલીશ માટે આવેલો. તે કહેતો હતો : ‘હું માંસ નથી ખાતો. આખું રામાયણ મોઢે છે, રામાયણના પ્રવચનો પણ આપું છું.'
આ અહીંની ધરતીનો પ્રભાવ છે.
જૈનોમાં તપના સંસ્કાર સહજ છે. નાના છોકરા પણ રમત-રમતમાં અઠ્ઠાઈ કરી નાખે. અહીં અમિત નામનો સાડા બાર વર્ષનો એક છોકરો ભણે છે. પર્યુષણમાં તેણે હસતાં-રમતાં અઠ્ઠાઈ કરી. મને તો ઠેઠ છેલ્લે બ્લાય આવ્યો. આ છે જૈન કુળના સંસ્કાર...! * પ્રશ્ન ઃ ભગવાન જીરણ શેઠને ત્યાં કેમ ન ગયા ? પૂરણ (અભિનવ) શેઠને ત્યાં કેમ ગયા ?
ઉત્તર ઃ ઃ ભગવાન છે. એમના જીવન માટે આપણે શું કહી શકીએ ? પણ એમ પ્રેરણા લઈ શકીએ ઃ પરિચિત અને ભક્ત હોય ત્યાં જ ગોચરીએ જવું, બીજે નહિ, એવું સાધુને ન હોવું જોઈએ. એ ગમે ત્યાં જાય. અપરિચિત અને અજ્ઞાતને ત્યાં ખાસ જાય. વળી, વહોરાવ્યા વિના પણ લાભ મેળવી શકાય, એ પણ સંકેત આપ્યો. પાછળથી જ્ઞાનીને પ્રશ્ન પૂછવામાં આવતાં તેમણે પૂરણ શેઠ કરતાં જીરણશેઠને પુણ્યશાળી ગણાવ્યા.
બીજાને જમાડ્યા વિના કે કૂતરા ગાય વિગેરેને આપ્યા વિના અહીંનો આર્યપુરુષ કદી જમે નહિ.
* અત્યારે ભયંકર દુકાળ છે. ટીપુંય વરસાદ નથી. પાંજરાપોળો ઠેર-ઠેર ઢોરોથી ઉભરાઈ રહી છે. સાંતલપુરમાં હમણા જ પાંજરાપોળ શરૂ થઈ. બે જ દિવસમાં ૧૮૦૦ ઢોરો આવી ગયા. આવી હાલતમાં આપણે સૌએ જાગવાની જરૂર છે.
૪૨ -- ૪૩ ની સાલમાં હું અહીં હતો ત્યારે દુકાળ હતા. તે વખતે જૈનોએ રૂપિયાનો નો એવો વરસાદ વરસાવેલો કે સરકાર પણ જોતી રહી ગઈ. કેન્દ્ર સરકારે પણ જૈનોને
૨૩૬ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org