________________
પ્રતિકૂળતાને વધાવી લેવી તે મોક્ષમાર્ગ છે.
આપણું મન સંક્લિષ્ટ ન બને તેની કાળજી તીર્થંકર ભગવંતોએ રાખી છે. જેમ જેમ ભગવાનની ભક્તિ વધતી જાય તેમ તેમ ભાવોની વિશુદ્ધિ વધતી જાય.
‘ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે...’ – દેવચન્દ્રજી.
‘જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ...’ - પદ્મવિજયજી. આપણને પ્રભુતા ગમે છે. પણ પ્રભુતા ઈચ્છવી એટલે લઘુ બનવું. લઘુ બનવું એટલે જ મહાન બનવું. મહાન બનવું એટલે જ લઘુ બનવું,
લઘુતા હશે ત્યાં ભક્તિ પ્રગટશે. ભક્તિ હશે ત્યાં મુક્તિ પ્રગટશે.
૨૩૪ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org