________________
એટલે કે સર્વજીવોને કલ્યાણકારી આ ધર્મ છે.
આથી જ ‘એક સાધુ સર્વ જગતનું રક્ષણ કરે છે. એમ કહેવાય છે.
* ગોચરી લાવ્યા પછી પણ તેમાંથી બીજા સાધુની ભક્તિકરવાની છે. ગૃહસ્થોમાં - શ્રાવકોમાં તો સાધર્મિક ભક્તિ માટે ચડાવા બોલાય. મદ્રાસમાં ફ્લે ચુંદડીનો ચડાવો ૫૧ લાખમાં ગયેલો. કોઈ ન લે તોય આગ્રહ કરનારને તો લાભ થાય જ. વિધિ અને ભક્તિ વિનાનું નિમંત્રણ પૂરણશેઠની જેમ નિષ્ફળ બને. જ્યારે વિધિ સહિતનું જીરણ શેઠની જેમ સફળ બને. ભલે એને ભગવાનનો લાભ ન મળ્યો. પણ એનું નિમંત્રણ સફળ! પૂરણ શેઠને ભલે ભગવાનનો લાભ મળ્યો, પણ તોય તેનું દાન નિષ્ફળ!
લાટદેશના લોકો આપવાનો દેખાવ બહુકરે, પણ આપેકાંઈનહિ. આનેલાટપંજિકા કહેવાય.
પેલા ડફોળ શંખની વાર્તા સાંભળી છે ને? માંગો તે કરતાં ડબ્બલ આપવાનું કહે, પણ આપે કાંઈ નહિ.
માંડવીમાં આવો ડફોળ શંખ મળી ગયેલો. ઉપધાનમાં ત્રણ નીવ લખાવી ગયો ને કહેઃ હું ભીલડીયા વગેરેમાં ટ્રસ્ટી છું. કાંઈપણ કામ હોય તો કહેજો. પછી, “૮૦૦/રૂ.ની જરૂર છે' કહીને ૮૦૦/- રૂા. લઈને ગયો તે ગયો જ. ફરી આવ્યો નહિ. 1 સુરતનાઅમારા ચોમાસા પછી હસમુખનામનો એક છોકરોફોનથી સુરતના ટ્રસ્ટીઓ પાસેથી ૬૦ હજાર જેટલા રૂ. લઈ ગયેલો.
ફોનમાં કહેઃ હું મુમુક્ષુ છું. આ. મ.ના પુસ્તક છપાવવામાં ૨૫-૩૦ હજારની જરૂર છે. મોકલાવો. પેલાઓએ અમારા વિશ્વાસથી મોકલાવેલા. અમને ઠેઠ મદ્રાસમાં ખબર પડી. પત્રમાં લખેલુંઃ આપના કહેવા પ્રમાણે ૬૦ હજાર મોકલી આપ્યા છે.
આ ડફોળ શંખના નમૂના છે.
ડફોળ શંખ એટલે બોલે ઘણું પણ કરે કાંઈ નહિ આપે કાંઈ નહિ. ઘણા માણસો પણ આવા જ હોય છે.
* અશુદ્ધભાવ સંસાર છે.
શુદ્ધભાવ સંસાર પાર છે. અનુસ્રોત એટલે દુનિયા ચાલે તે પ્રમાણે ચાલવું. પ્રતિસ્ત્રોત એટલે દુનિયાથી ઉર્દુ ચાલવું.
કહે કલાપૂર્ણસૂરિ .....
•.. ૨૭૭ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only