________________
બોધિ - સમાધિ જીવન્મુક્તિ અને પૂર્ણ આરોગ્ય વિદેહમુક્તિ છે. આ બન્ને મુક્તિ ગણધરોએ લોગસ્સમાં ભગવાન પાસે માગી છે.
૪૪૫ વર્ષદીક્ષા લીધે થયા. તેનાથી પણ પહેલા, બાળપણથી જ મેં ભગવાનને પકડ્યા. આગળ વધીને કહું તો કેટલાય ભવોથી ભગવાન પકડ્યા હશે તે ખબર નહિ. ભવોભવ ભગવાન સાથે છે, એમ જ મને લાગે છે.
સાધના માટે ધીરજ જોઈએ. ઉતાવળે આંબા ન પાકે, હા, બાવળીયા પાકે. “નામ ગ્રતા આવી મિલે, મન ભીતર ભગવાન.”
માનવિજયજીની આ પંક્તિ પરથી જ પુસ્તકનું નામ “મિલે મન ભીતર ભગવાન પાડ્યું છે.
મોહનીયનો જેટલા અંશે હાસ થયો હોય તેટલા અંશે આપણે સહજ સ્વભાવમાં સ્થિર થઈએતે વખતે આપણે સિદ્ધો સાથે મિલન કરી શકીએ. ત્યારે ભક્તને એમ લાગે છે મારી પ્રેમસરિતા પ્રભુના મહાસાગરમાં મળી ગઈ છે.
નામસ્તવ (લોગસ્સ)નો મહિમા કેટલો છે તે ઉપધાનથી ખ્યાલ આવશે. તે મેળવવા તમારે કેટલો તપ વગેરે કરવો પડે છે ? તે સમજો. એનો મહિમા સમજાશે. માટે જ લોગસ્સ અને નમુત્થણે બન્નેના ઉપધાન અલગ ગોઠવ્યા છે.
મહાનિશીથમાં કહ્યું છે. પ્રભુનું નામ એટલું પવિત્ર છે કે શીલસંપન્ન સાધક જો એને જપે તો બોધિ, સમાધિ અને સિદ્ધિ શીધ્ર પામે.
લોગસ્સનો કાઉસ્સગ્ન જીવનમાં આવે માટે આ બધું કહ્યું છે.
આપણા સંઘમાં ૧૦૦૮ લોગસ્સનો કાઉસ્સગ્ન કરનાર છે. હિંમતભાઈ ૩૪૬ લોગસ્સનો કાઉસગ્ગ રોજ કરે છે. એક વખત તો આખી રાત કાઉસગ્નમાં કાઢેલી.
કહે કલાપૂર્ણસૂરિ ..
... ૨૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org