________________
નામ મળી ગયું એટલે ભગવાન જ મળી ગયા કહેવાય.
બ્રિટીશકાળમાં કલકત્તાની કોલેજમાં ટીચરે વીંટી કાઢીને કહ્યુંઆમાંથી કોણ નીકળી શકશે?
એક વિદ્યાર્થીએ ચીઠીમાં પોતાનું નામ લખીને ચીઠી વીંટીમાંથી પસાર કરી દીધી. ચીઠીમાં લખેલું હતુંઃ “સુભાષચન્દ્ર બોઝ'
વ્યક્તિ અને વ્યક્તિનું નામ અલગ નથી. વ્યવહારથી પણ આ સમજાય છે ને? તમારી સહીથી કેટલાય કામો નથી ચાલતા?
બુદ્ધિજીવીઓને આ નહિ સમજાય. આ માટે હૃદયજીવી-પ્રભુજીવી બનવું પડશે.
કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશ કરી શકે નહિ, પરસ્પર અપ્રવેશી છે. પણ પ્રભુનું નામ આપણા હૃદયમાં પ્રવેશી શકે. અંગેઅંગમાં એકાકીભાવ પામી શકે.
જય વિયરાયમાં શું કહ્યું છે? મારામાં કોઈ પ્રભાવ નથી, હું આ બધું મેળવી શકું, પણ તારા પ્રભાવથી ભવનિબૅઓ વગેરે મળે. “હોઉ મર્મ તુહ પ્રભાવ ભયd '
પિતાના સામર્થ્ય પર વિશ્વાસ છે, પણ પરમાત્માના સામર્થ્ય પર વિશ્વાસ નથી.
પિતા પુત્ર સુપુત્ર બને તો મેળવી શકે તેમ આપણે આજ્ઞાપાલક બનીએ તો એમની પ્રભુતા મેળવી શકીએ.
પ્રતિમા આલંબન માટે છે. ધીરે ધીરે આદત પડતાં એમ જ ભગવાન સામે દેખાવા લાગશે.
જલપાત્રમાં જેમ સૂર્યદેખાય, તેમ ભક્તને મૂર્તિમાં ભગવાન દેખાય છે. જલપાત્રમાં દેખાતો સૂર્યસાચો નહિ?
મનફરામાં (વિ. સં. ૨૦૩૭) બહિભૂમિએ જતાં તળાવમાં સૂર્યના પ્રતિબિંબના પ્રકાશથી પણ ગરમી લાગતી, માથું દુખતું.
બોલો, કયો સૂર્ય સાચો? ઉપરવાળો સૂર્ય કે તળાવમાં પ્રતિબિંબિત સૂર્ય? ક્યા ભગવાન સાચા? ઉપર રહેલા તે કે હૃદયમાં આવેલા તે? બન્ને સાચા.
તળાવડહોળાયેલું હોય તો પ્રતિબિંબ નહિદેખાય. આપણું ચિત્ત પણ કલુષિત હોય તો ભગવાન નહિ આવે. ભગવાન નથી ભાગ્યા, પણ આપણે ભગાડી દીધા. આપણી પ્રસન્નતા પ્રભુની પ્રસન્નતા સૂચવે છે. એટલેકે ચિત્ત પ્રસન્ન બનતાં જ પ્રભુનું ત્યાં પ્રતિબિંબ
૨૩૦ .... Jain Education International
. કહે કલાપૂર્ણસૂરિ
For Private & Personal Use Only
WWW.jainelibrary.org