________________
- માનવિજયજી ઉપાધ્યાય, પાપ્રભ સ્તવન. પદસ્થ” એટલે નામરૂપ પદનું ધ્યાન. કર્મક્ષયથી મળતી વિદેહમુક્તિ છે. ભક્તિથી આ જ જીવનમાં મળતી મુક્તિ તે જીવન્મુક્તિ છે, ભક્ત એવી મુક્તિ અહીં જ અનુભવે છે.
આ કાળમાં ન હોવા છતાં ભક્તને ભગવાને આ મુક્તિ (જીવન્મુક્તિ) આપવી પડે
પછી ભક્ત ખુમારીથી કહી ઉઠે છે. હવે મને મોક્ષની પણ પવા નથી. મોક્ષોડતુવા માડતું” “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી...”
આ કાળમાં પણ ભક્તિ મુક્તિને ખેંચી શકે છે.
ભક્ત બની જુઓ. મીરાં, નરસી વગેરેને એમના ભગવાન મળે તો આપણને ન મળે?
યશોવિજયજી મ.ને મળે તો આપણને ન મળે?
તીર્થ છે ત્યાં સુધી તીર્થકરને આંતરિક દેહથી અહીં રહેવું જ પડે છે, નામાદિથી એવું જ પડે છે. “નામાડડબ્રતિદ્રવ્યમાવૈ ” ચારરૂપથી ભગવાન સર્વત્ર સર્વદા સર્વને પવિત્ર કરી રહ્યા છે, એમ હેમચન્દ્રસૂરિ એમને એમ તો નહિ કહેતા હોય.
“નામે તું જગમાં રહ્યો, સ્થાપના પણ તિમહી; દ્રવ્ય ભવમાદિવસે, પણ નકસે કિસહિ.”
- જ્ઞાનવિમલસૂરિ. આ શબ્દોને કદી તો ઊંડાણથી વિચારો.
ભગવાનનું નામ કે “નમો અરિહંતાણં” આપણે સામાન્ય રીતે લઈએ છીએ. પણ ઉંડાણથી જુઓ તો એમાં જ ભગવાન દેખાશે.
તમારા નામને ભૂલી જજો, ભગવાનના નામને નહિ ભૂલતા.
પેલો શ્લોક યાદ છે ને? “મન્નમૂર્તિ સમવાય......”
દસ હજારનો ચેક મળી ગયો એટલે દસ હજાર મળી જ ગયા, કહેવાય. ભગવાનનું
કહે કલાપૂર્ણસૂરિ .....
••• ૨૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org