________________
ભક્તને વીતરાગ પ્રભુ મળ્યા વિના ન રહે, તે પણ સાચું છે.
यदा ध्यायति यद् योगी, याति तन्मयतां तदा । ध्यातव्यो वीतरागस्तद्, नित्यमात्मविशुद्धये ।।
– યોગસાર. આપણો ચારે બાજુ ભટકતો ઉપયોગ જ્યારે પ્રભુ-નામ-મૂર્તિ આદિમાં જાય ત્યારે તે આકારે બની જાય.
જેનું ધ્યાન કરે તેવા આકારે બની જાય.
પ્રતિમાનું ઉલ્લંઘન કરીને તમે મુક્તિનો માર્ગ હારી ગયા, ભગવાને કાંઈ પોતાની પૂજા માટે મૂર્તિ – નામ વગેરેનું નથી કહ્યું. એ બધું જણાવવા યશોવિજયજી એ પ્રતિમા શતક બનાવ્યું છે.
નામાદિ ૪માં ચિંતન કરતાં ચેતના પ્રભુમય બની જાય છે. દૂર રહેલી વસ્તુ પણ ત્યારે સાક્ષાત્ સામે દેખાય. એકાકારતા માત્ર હોવી જોઈએ. તુમહિ નજીક નજીક સબહી હૈ,
તુમ ન્યારે તબ સબ હી ત્યારે...
આવું યશોવિજયજી મ. કઈ અપેક્ષાએ કહે છે ?
ભગવાન દૂર છે તો દૂર, નજીક છે તો નજીક છે. પણ દૂર-નજીક શી રીતે બને છે? ચેતના પ્રભુમાં એકાકાર બને ત્યારે પ્રભુ નજીક. પ્રભુમાં એકાકાર ન બને ત્યારે પ્રભુ દૂર – આ જ વાત છે.
આ બધા વાક્યો ૫૦૦-૧૦૦૦ વર્ષ પછી પણ કોઈ ભક્તહૃદયી પેદા થાય ત્યારે તેને કામ લાગે માટે રચાયા છે.
‘વીતરાગ છે’ એમ કહીને તમે ભોળાને ભલે સમજાવો, પણ હું ન સમજું. મારે તો આપની પાસેથી જ મેળવવું છે. આપ જ આપશો. આ મારી બાળ-હઠ છે.’ ભક્તની આ ભાષા છે.
ભગવાન પાસે બાળક બની જાવ. ભગવાન તમારા છે. ભગવાનને મેળવવા બાળક બનવું પડે. વિદ્વાનોનું અહીં કામ નથી.
આપણી ચેતના બીજે ગોઠવાયેલ છે, માટે જ પ્રભુ મળતા નથી. ‘ધ્યાન પદસ્થ પ્રભાવથી, ચાખ્યો અનુભવ સ્વાદ.’’
૨૨૮ ... Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ www.ehebrary.org