________________
l૪, ૯-૯-૯૯, શ્રા, વદ-0))
નામ ગ્રહંતા આવી મિલે, મન ભીતર ભગવાન...’
પ્રભુ નામ મંત્રનું – મૂર્તિનું સ્મરણ દર્શન કરવાથી પરમાત્માના કેવલજ્ઞાનાદિ ગુણોનું ધ્યાન કરવાથી સાક્ષાત્ જાણે પ્રભુ સામે ઊભા હોય, ભક્તને બોલાવતા હોય એવા અનુભવો થાય છે.
ભક્તને થાય ઃ આ સ્વપ્ન છે કે શું ? દેખાતા ભગવાન મારા હૃદયમાં પ્રવેશ પામી ગયા છે. ભગવાન જાણે મને બોલાવતા હોય ! અંગે અંગમાં વ્યાપી ગયા હોય તેવા અનુભવો થાય છે, આવા અનુભવો પ્રતિમાશતકમાં યશોવિજયજી એ બતાવ્યા છે.
શું આ વાત સત્ય હશે ? વીતરાગ, સિદ્ધશિલામાં રહેલા ભગવાન આ કાળમાં કઈ રીતે આવી શકે ?
મોક્ષમાં ગયેલા ભગવાન જૈનોના મતે તો નીચે આવે નહિ. રામ, કૃષ્ણ, શંકર વગેરે દર્શન આપે પણ વીતરાગ કેમ દર્શન આપે ? સાથે ઉપા. યશોવિજયજી મ. જેવા પ્રખર વિદ્વાન આવા શબ્દો ટાંકે તો અનુભવ વિનાની તો વાત ન જ હોય.
કઈ વાત સાચી ? બન્ને વાત સાચી.
સિદ્ધમાં ગયા છે, નથી આવતા તે વાત સાચી તેમ
યશોવિ. મ.ની વાત પણ સાચી.
ભક્તની ભાષા લોકથી તો જુદી પડે, પણ શાસ્ત્રથી પણ જુદી પડે, છતાં શાસ્ત્રવિરુદ્ધ ન કહેવાય. શાસ્ત્રથી અતિક્રાન્ત અનુભવ તે સામર્થ્ય યોગ છે.
કહે કલાપૂર્ણસૂરિ ....
Jain Education International
For Private & Personal Use Only
...૨૨૭
www.jainelibrary.org