________________
ભગવાન પણ આવા જ છે. ભગવાન સ્વ-પર ધર્મનું પ્રવર્તન પાલન, વશીકરણ કરે છે. એ જ ધર્મસારથિ બની શકે, સારથિએ ઘોડાઓનું તથા ગાડીનું પ્રવર્તન, પાલન અને વશીકરણ કરવાનું હોય છે તેમ.
કોઈપણ વ્યક્તિ કે ગુરુ તરફથી ધર્મ મળે, પણ એનું મૂળ સ્થાન તો ભગવાનમાં જ મળશે. ભગવાને ધર્મનું એવું વશીકરણ કરેલું છે કે એ ભગવાનને છોડીને બજે ક્યાંય જાય નહિ. જેમ સારથિ પાસે ઘોડાનું વશીકરણ હોય છે.
ભગવાન મોક્ષમાં જાય પછી પણ એમના ગુણો અને શક્તિઓ આ વિશ્વમાં હોય જ છે.
ભગવાનના ગુણોનું, નામનું, મૂર્તિનું સ્મરણ, શ્રવણ, દર્શનઅહીં બેઠા પણ આપણે કરી શકીએ છીએ.
જેનદર્શન મૂળથી કોઈ પદાર્થનો અભાવ (અત્યંતાભાવ) નથી માનતું. આપણા માટે સંપૂર્ણપણે કોઈ ગેરહાજરનથી. એની સાથેના સંયોગનો અભાવ થાય છે.
આપણે છદ્મસ્થ છીએ. કદાચ ભગવાનને નથી જોઈ શકતા, પણ ભગવાન તો આપણા બધાને જુએ જ છેને?
એક નર્તકી પર હજારોની નજર સમાય તો એક પરમાણુ પર અનંતા પ્રભુનું અરૂપી જ્ઞાન કેમ ન સમાય?
ભક્તિઃ જૈન દર્શનમાં ભક્તિસૂત્ર કયું છે? એમ ન પૂછો. કર્યું સૂત્ર ભક્તિસૂત્ર નથી? એમ પૂછો. બધા જ સૂત્રો ભક્તિસૂત્રો છે. કારણકે બધા જ ભક્તિ ઉત્પાદક છે.
જગચિંતામણિમાં નામાદિ ચારેય પ્રકારે અરિહંત છે. નામ બે પ્રકારે (૧) સામાન્ય - અરિહંત - જગતચિંતામણિ વગેરે. (૨) વિશેષ - ઋષભાદિ – રિસહસત્તેજિ વગેરે સ્થાપના સત્તાવ સદા ..... તિમનોugવત્રણેય લોકના બિંબોને વંદન.ચેત્ય એટલે જિનપ્રતિમા, જિનાલય ત્રણલોકના ચેત્યની (જિનાલયની) સંખ્યા: ૯૭ હજાર, પ૬ લાખ, ૮ ક્રોડ, ૩૨સો અને ૮૨. દ્રવ્ય જિનઃ તમામે ત્રણેય કાળના જિનને વંદન. ભાવ જિન : संपइ जिणवर वीस ।
કહે કલાપૂર્ણસૂરિ ...
... ૨૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org