________________
મેઘકમાને દીક્ષાની પ્રથમ ચત્રજવિદન આવેલું ત્યારે ભગવાન મહાવીરનું માન્યા. આથી તેમનો જીવનરથ ઉન્માર્ગે જતાં બચી ગયો. ભગવાનને જે જીવન સારથિ બનાવે તેને ક્યાંય આડા – અવળા રખડવું પડે નહિ.
સંયમથી હિંમત હારી ગયેલા નિરાશ મેઘમુનિમાં મહાવીર દેવે આશાનો સંચાર ર્યો, હિંમતભરી દીધી. અનુકૂળતાની અભિલાષાના સ્થાને પ્રતિકૂળતા પરપ્રેમજગાડ્યો.
સુખશીલતાએ સંસારમાં ડૂબાવ્યા છે, સહનશીલતાએ સંસારથી તાર્યા છે.
પૂર્વજન્મમાં શું સહન કરેલું તે મેઘકુમારને ભગવાને યાદ કરાવ્યું. એક યોજનનું માંડલું બનાવેલું તેમાં બીજા જીવોનો વિચાર કરેલો. બીજાના વિચારમાંથી જ ધર્મ શરૂ થાય છે.
હાથીનો એક ગુણ ધ્યાનમાં રાખવા જેવો છે નીચી નજર ર્ધા વિના પગન મૂકે. મેઘકુમારના જીવે સસલાને બચાવેલો. સેચનકે હલ્લ - વિહલને બચાવેલા.
હાથીને આટલો વિવેક આવવાનું કારણ કર્મવિવર, તથા ભવ્યત્વનો પરિપાક. જીવો ભગવાનને પ્રિય છે. જીવોને પ્રિય બનાવીએ ત્યારે આપણે ભગવાનને પ્રિય બની જ જઈએ. એને બહુ મોટું ઈનામ મળે.
સમજ વિનાકરાયેલો ધર્મપણ મેઘકુમાર બનાવી શકે તો સમજથી કરાયેલો ધર્મશું . નકરી શકે?
હાથી આમ રસાળ, અભિમાની, ખાવાની બાબતમાં અસહિષ્ણુ હોય છે, છતાં અઢી અઢી દિવસથી ભૂખ - તરસ સહીને પગ ઉંચે રાખ્યો; નિઃસ્વાર્થભાવે માત્ર એક સસલાને બચાવવા. એ કાંઈ નાની સૂની વાત નહોતી.
આથીજ ખુશ થયેલી કર્મસત્તાએ સસલાને બચાવનાર હાથીને મેઘકુમારબનાવ્યો. ભાવિ તીર્થકર શ્રેણિક જેવા પિતા મળ્યા, ભાવ તીર્થકર મહાવીરદેવ જેવા ગુરુ મળ્યા.
ભગવાનનું શરણું સ્વીકારી લો એટલે તમારે કશું કરવાનું નહિ તમે ભક્તિ કરતાંકરતાં જ ભગવાન બની જશો.
ડાઈવર પોતાની સાથે જ પોતાની ગાડીમાં બેસનારને પણ ગંતવ્ય સ્થાને પહોંચાડી દે છે. ડ્રાઈવર પોતે પહેલા પહોંચી જાયને બીજા પછી પહોચે એવું કદી બનતું નથી.
૨૨૨ ... Jain Education International
.... કહે કલાપૂર્ણસૂરિ
For Private & Personal Use Only
www.jainelibrary.org