________________
ઈરિયાવહિયંથી જીવમૈત્રી, લોગસ્સ (ચતુર્વિશતિ સ્તવ) થી જિનભક્તિ, ગુરુ સમક્ષ કરવાથી ગુરુભક્તિ.
૪ સૌથી મોટો દોષ આપણો મનમોજી સ્વભાવ છે. મરજીમાં આવે તેમ હું કરું! આને આપણે વળી ઉત્તમ ગુણ ગણીએ છીએ, સ્વતંત્રતા ગણીએ છીએ, પણ જ્ઞાની કહે છે. આ જ મોટી પરતંત્રતા છે. - સ્ત્રીસ્વાતચમતિ / સ્ત્રી જેમ કોઈ અવસ્થામાં સ્વાધીન - સ્વંતત્ર ન હોય. નાની વયમાં મા-બાપ, યૌવનમાં પતિ, ઘડપણમાં પુત્રના આધારે જીવે. (આવી સતીઓને ભગવાને પણ બિરદાવી છે.) તેમ શિષ્ય પણ કદી સ્વતંત્ર ન રહે
અત્યારે આ મર્યાદા લુપ્ત થતી જાય છે. સ્ત્રીસ્વાતંત્ર્યની ચળવળ ચાલે છે. એક તો વાંદરોને ઉપરથી દારૂ પીવડાવવામાં આવે છે. આવા ભયંકર વાતાવરણમાં પૂર્વના પ્રબળ સંસ્કારો વિના દીક્ષા લઈ શકાય નહિ, એમ હું સ્વાનુભવના બળે કહી શકું તેમ છું.
* શિષ્ય માટે ભગવદ્ભક્તિની જેમ ગુરુભક્તિ પણ જરૂરી છે. પંચસૂત્રમાં લખ્યું : ગુદ વહુમા મોલ્લો | ગુરુના બહુમાનથી તીર્થકર મળે, ગુરુના બહુમાનથી એવું પુણ્ય બંધાય, જેથી આ જીવનમાં પણ તીર્થકર મળે. કઈ રીતે? સમાપત્તિ દ્વારા, ધ્યાન દ્વારા, એમ હરિભદ્રસૂરિએ કહ્યું છે. ગુપ્રિમાવેન, તીર્થવનંમતમ્
હરિભદ્રસૂરિ યોગ. સમુ. * ગુરુને વંદન કરતા હોઈએ ત્યારે તેઓ વ્યાક્ષિત, પ્રમત્ત (ઉંઘમાં), અવળા મુખવાળા, આહાર-નિહાર કરતા કે કરવાની તૈયારીમાં હોવા ન જોઈએ. (ત્યારે ગુરુને વંદન ન કરવા.)
* સ્થડિલ – માત્રુના વેગને રોકવાથી ઘણું નુકશાન થાય છે. માટે કદી રોકવા નહિ. પછીથી હોસ્પિટલમાં જવું તેના કરતાં પહેલેથી જ આપણે આપણું સ્વાથ્ય જાળવી રાખવું જોઈએ. આપણે જ આપણા વૈદ્ય થવાનું છે.
અધ્યાત્મસાર એક પ્રમાદ બધા દોષોને તાણી લાવે. માટે જ તે જીતવા આત્મબોધની નિષ્ઠા કેળવવી. એ માટે સર્વત્ર વ મામ: પુરા સર્વત્ર આગમને આગળ રાખવા. નમો અરિહંતાણું આગમનો સાર છે. પ્રશ્ન : સામાયિક નિર્યુક્તિના પ્રારંભમાં નવકારની વ્યાખ્યા કેમ?
કહે કલાપૂર્ણસૂરિ .....
••• ૨૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org