________________
સિદ્ધર્ષિસદ્ધર્મમયઃ)
* મારો મોક્ષ નિશ્ચિત થવાનો જ છે. હું હવે અરિહંતને છોડવાનો નથી જ. મારો આ દઢ નિર્ણય છે. આવી દઢતાથી અરિહંતને પકડી લો. વિસ્તાર થશે જ.
પુલ પર ચાલનારને ભયંકરનદીનો પણ ભયનથી. અરિહંતને પકડીને ચાલનારને, (જીવનારને) ભયંકર સંસાનો પણ ભય નથી. પુલ હજુ તુટી શકે, નદીમાં ડૂબાડી શકે. અરિહંતનું શરણું સંસારમાં ડૂબાડી શકે, એવું કદી બન્યું નથી, બનશે નહિ,
કેવા છે અરિહંત?
ગુણ સઘળા અંગીકર્યા, દૂર કર્યા સવિદોષ.. આપણે ઉછું ક્યું છે. બધા દોષ ભરીને બેઠા છીએ.
ગુણોના આદરના કારણે રીસાયેલા દોષો જતાં જતાં પ્રભુને કહી ગયા અમને રાખનારા ઘણાય છે. અમને તમારી જરાય પડી નથી. જેમ ઉજંઠ શિષ્ય જતાં જતાં ગુરુને કહી જાયઃ અમને રાખનારા ઘણાય છે, તમારી જરાય જરૂર નથી.
ત્યાંથી રવાના થયેલા દોષો આપણામાં ભરાઈ બેઠા. સાક્ષાત્ ભાવ - અરિહંત ન મળ્યા તો પણ ચિંતા નહિ કરતા. નામ-સ્થાપના-દ્રવ્યરૂપે અરિહંત પણ પુલ બનીને આપણી સમક્ષ આવી ઉભા છે.
આ પુલ પર શ્રદ્ધા છે? જગતમાં બીજે બધે શ્રદ્ધા છે. માત્ર અહીં જ નથી? પુલ પર શ્રદ્ધા છે એટલી પણ શ્રદ્ધા અરિહંત પર નથી?
૪ દીક્ષા લેતાં પહેલા મને ઘણા કહેતાઃ ગુજરાતમાં સાધુઓ દાડ-દાંડલડે છે. શું કરશો ત્યાં જઈને...?
હું કહેતોઃ આપ ભલા તો જગ ભલા! હું સારો બનીશ તો બધું સારું બનશે.
ભગવાનના ભક્તનું કદી અકલ્યાણ થતું નથી. વિદન આવતા નથી. કામી ભગવાનનો ભક્ત બની શકે પણ ભક્ત કામી ન બને. દા.ત. તુલસીદાસ ! રત્નાવલીમાં આસક્ત હતા. પછી ભક્ત બન્યા.
“જહાં રામ વહાં નહિકામ, જહાં કામ વહાં નહિરામ; તુલસી દોનોં ના રહે, રવિ-રજની ઈક કામ”
- તુલસીદાસ ગોચરીની આલોચનામાં જીવમૈત્રી, જિનભક્તિ, ગુરુભક્તિ ત્રણેય છે.
૨૧૮ ...
.
.... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org