________________
णय किंचि अणुन्नायं पडिसिद्धं वावि जिणवरिंदेहिं । तित्थगराणं आणा कज्ने सच्चेण होअव्वं ।।
- પંચવસ્તુક ૨૭૯, ૨૮૦ ‘‘કોઈ નિમિત્તનું આલંબન લઈને જે કંઈપણ ગીતાર્થો આચરે છે, થોડો દોષ અને ઘણો લાભ હોય, તેવા કાર્યો પ્રમાણભૂત છે.
એકાન્તે ભગવાને કોઈપણ ચીજનો નિષેધ નથી કર્યો કે વિધાન નથી કર્યું. પરંતુ કોઈપણ કાર્યમાં ખરા હૃદયથી રહો, એ જ ભગવાનની આજ્ઞા છે
"
* પુષ્ટિ અને શુદ્ધિ આ બે ધ્યાનમાં રાખો. જ્ઞાન અને દર્શનની પુષ્ટિ થવી જોઈએ. દોષો (કર્મો)ની શુદ્ધિ થવી જોઈએ. દરેક અનુષ્ઠાનમાં આ હોવા જોઈએ.
વૈદ્ય પહેલા શુદ્ધિ કરે; વિરેચનાદિ આપીને. પછી વસંતમાલિની આદિ દ્વારા પુષ્ટિ
કરે.
સાધુપણાની દરેક ક્રિયા, જ્ઞાનાદિની વૃદ્ધિ જ કરનારી છે. પ્રતિક્રમણ પડિલેહણ ચૈત્યવંદન વગેરે બધું જ. સૂક્ષ્મતાથી જૂઓ.
કેટલીક ક્રિયા જ્ઞાનાદિ વૃદ્ધિ માટે, પુષ્ટિ માટે છે. કેટલીક ક્રિયા કર્મની શુદ્ધિ માટે
છે.
* ઈરિયાવહિયં – જીવમૈત્રી સૂત્ર., તસ્સ ઉત્તરી – શુદ્ધિ સૂત્ર અને કાયોત્સર્ગમાં લોગસ્સ – ધ્યાનસૂત્ર છે.
* કાયિક – ઠાણેણં – કાયોત્સર્ગ મુદ્રા.
વાચિક – મોણેણં – લોગસ્સ માનસિક રીતે બોલવું.
માનસિક ધ્યાન – ઝાણેણં – માનસિક વિચારણા. તીર્થંકરોના ગુણની.
-
* કાયોત્સર્ગ તીર્થંકરો દ્વારા આચરિત ઉત્કૃષ્ટ ધ્યાન છે.
પ્રશ્ન ઃ કાયોત્સર્ગમાં આત્મધ્યાન ક્યાં આવ્યું ?
ઉત્તર ઃ પરમાત્મામાં આત્મા આવી જ ગયો. મન-વચન-કાયા ત્રણેય પરમાત્મમય જ બનાવવાના છે. પરમાત્મા એટલે પરમશુદ્ધ આત્મા. એનું ધ્યાન એટલે આત્માનું જ
ધ્યાન.
* માનસરોવરમાં હંસ રમે તેમ મુનિઓના મનમાં સિદ્ધો રમે.
આવા મુનિઓ અરૂપી અને દૂર રહેલા સિદ્ધોના, આપણને અહીં દર્શન કરાવે છે.
હે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૧૮૭
www.jainelibrary.org