________________
* મૈત્રી આવે ત્યાં પ્રમોદ, કરુણા અને મધ્યસ્થતા આવે જ. પ્રમોદ, કરુણા અને મધ્યસ્થતા મૈત્રીને ટકાવનારા પરિબળો છે.
* અશુભભાવોનું મૂળ બે કનિષ્ઠ ઈચ્છા છે : ૧) મને કોઈ દુઃખ ન આવો. મારા બધા દુઃખ ટળી જાવ. ૨) દુનિયાના બધા જ સુખો મને જ મળે.
આમાંથી જ અશુભ ભાવો પેદા થાય છે. દ્વેષ, તિરસ્કાર, ઈર્ષ્યા, અસૂયા, માયા, લોભ વગેરે દોષો આમાંથી જ પેદા થાય છે.
– હવે એ બે અશુભભાવોને દૂર કરવા બે શુભભાવો જગાવો.
૧) કોઈ પાપ ન કરો, જગતમાં, ૨) કોઈ દુ:ખી ન બનો જગતમાં
બીજા માટે શુભ ભાવનાઓનો ધોધ વહાવતાં આપણને સુખનો ધોધ મળે છે. દુઃખ મિટાવવા હોય તો પાપ મિટાવવા પડશે. કારણકે દુઃખનું મૂળ પાપ છે. તમારા કોઈ મિત્ર છે ? મિત્રના દુઃખે તમે દુઃખી બનો છો ને ? તે દૂર કરવા કાંઈક પ્રયત્ન કરો છો ને ?
હવે જગતના સર્વજીવોને મિત્ર બનાવો. તમને સ્વહિતની ચિંતા હોય તો પણ પરહિતની ચિંતા કરો. પરહિતની ચિંતા વિના સ્વ-હિત થઈ શકતું નથી.
મૈત્રી ભાવનાથી કારુણ્યભાવના સક્રિય છે. દુ:ખીના દુઃખ દૂર કરવાનો પ્રયત્ન છે. અબ્રાહમ લિંકને (અમેરિકાના પ્રેસિડેન્ટ) ખાડાના કીચડમાં ફસાયેલા ડુક્કરને જાતે બહાર કાઢેલું.
આ કરુણા કહેવાય.
परहित - चिन्ता मैत्री, परदुःखविनाशिनी करुणा । પર-સુલ-તુષ્ટિનુંવિતા, પરવોષોપેક્ષળમુપેક્ષા ।।
આ ચારેય ભાવનાનો, સ્વાધ્યાય કરવો હોય તો એક પુસ્તક છે. તેનું નામ છે : ‘ધર્મબીજ.’ પ્રસ્તાવના છે : ભદ્રંકર વિ. ની. લેખક છે ઃ તત્ત્વાનંદ વિ.
આ ચાર ભાવનાના બળે જ ભગવાનને અષ્ટપ્રાતિહાર્યાદિની ઋદ્ધિ મળી છે. ‘તુર્થ્ય યોાત્મને નમ:' વીતરાગ સ્તોત્રમાં હેમચન્દ્રસૂરિએ કહ્યું છે. યોગીને આ ચાર ભાવનાઓ સ્વયંસિદ્ધ હોય.
શાન્તસુધારસ ભાવનામાં વિનય વિ. કહે છે : યોગી ગમે તેટલી સાધના કરતો
૨
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org