________________
શુક્ર, 3-૯-૯૯, શ્રા. વદ-૮.
* તારે તે તીર્થ જેને પોતાના ડૂબવાનું ભાન હોય તે જ તરવાની ઝંખના કરેડૂબી રહ્યા છીએ તેમ લાગે છે?
ડૂબતા પ્રાણીને બચાવવાનું કામ તીર્થનું છે.
વિષય-કષાયમાં ફસાવું એટલે ડૂબવું! ડૂબતો માણસ બચવા ઈચ્છે, કેદી કેદમાંથી છૂટવા ઈચ્છે તેમ ધર્મી સંસારથી છૂટકારો ઈચ્છે.
આશ્ચર્યની વાત છે ! કેટલાક જીવો વારંવાર એ કેદમાં જવા ઇચ્છે છે. - પેલો વાણીયો જાણી જોઈને કેદમાં જવા ગુન્હા કરવા લાગ્યો. પૂછતાં કહ્યું. મેં ત્યાં વેપાર ર્યો છે. હવે બીજીવાર જાઉં તો ઉઘરાણી થઈ શકે ને?
તમે આવા નથી ને?
જેલ જેવા સંસારમાં ફરી-ફરી જવાનું મન થતું નથી ને? તમારે કોઈ હિસાબ બાકી રહ્યા નથી ને?
જર-જોરૂ-જમીન ત્રણ આસક્તિના ને ઝગડાના મૂળ છે.
સંસાર હાથે કરીને ઊભો ર્યો છે. ઘટાડવાનું ક્યાંય નામ નથી. અત્યારે સંસારમાં જન્મ-મરણ ચાલુ છે તે બરાબર છે? કે કંટાળો આવે છે?
* દેહનો ત્યાગ એટલો જ મોક્ષનો અર્થ નથી. કેવળજ્ઞાનીઓનો પણ દેહ છૂટે છે. દેહ છૂટવાની સાથે કર્મ છોડી દેવા તે મોક્ષ છે. દેહ છુટવાની સાથે વિષય-કષાયના સંસ્કાર સાથે લઇ જવા તે મરણ છે.
..... કહે કલાપૂર્ણસૂરિ
૨૦૬ ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org