________________
પરિષદાદિ સહેલાઈથી સહન કરી શકાય છે. લોચ વખતે સહન કરનારા આપણે એના સિવાયના પ્રસંગે કોઈ વાળ ખેચે તો? સહન કરીશું? વાળ તો આજે કોઈ નહિ ખેચે પણ તમારું અપમાન થાય તેવા શબ્દો કહેશે. ત્યારે તમે શું કરશો?
ગાળો તો નથી આપતો ને? એમ વિચારજો. ગાળો આપે તો લાકડી તો નથી મારતો ને? લાકડી મારે તો જાનથી તો નથી મારતો ને?
જાનથી મારે તો ધર્મ-નાશ તો નથી કરતોને? એમ વિચાર કરશો તો ક્યારેય ગુસ્સો નહિ આવે.
આક્રોશ, તર્જના, ઘાતના, ધર્મભ્રંશને ભાવે રે; અગ્રિમ અગ્રિમ વિરહથી, લાભ તો શુદ્ધસ્વભાવે રે..
-ઉપા. યશો વિ. સક્ઝાય. છ પાપસ્થાનક પાપક્ષય, ઈર્યાપથિકી, વંદના... આદિ ૮ કારણે કાયોત્સર્ગ થાય છે. પાવરઘવાલ્થિ રિયારૂં..... ચૈત્યવંદન ભાષ્ય.
સુખલાલ પંડિતે કહેલું પ્રતિક્રમણના સૂત્રો બીજા આચાર્યોએ રચેલા છે. તેની સામે પ્રશ્ન મૂકવામાં આવ્યો તો પછી ગણધર ભગવંતો પ્રતિક્રમણમાં ક્યા સૂત્રો બોલતા
હતા?
પછી સુખલાલજી એ સૂત્રોનું ગણધર કર્તૃત્વ સ્વીકારવું પડ્યું.
* નાગેશ્વર તીર્થમાં પહેલીવાર દર્શન ક્યત્યારે લાગ્યું જાણે સાક્ષાત્ પાર્શ્વનાથ મળ્યા. બરાબરનવહાથની કાયા! ભોપાવરમાં શાન્તિનાથની, જયપુરમાં મહાવીરસ્વામી આદિ કાયોત્સર્ગસ્થ મૂર્તિઓ છે. આવી મૂર્તિઓ સમક્ષ કાયોત્સર્ગનો અભ્યાસ કરવા જેવો છે.
અલોકિક તેજવાળી મૂર્તિઓના દર્શનથી સમ્યક્ત્વ નિર્મળ થાય છે. અમદાવાદમાં જાઉં ત્યારે મૂળીયા, મહાવીરસ્વામી, જગવલ્લભ અચૂક જાઉં. સાક્ષાત્ મહાવીરસ્વામી યાદ આવે. પણ તમે સ્વયં શાન્ત હો તો જ એવી અનુભૂતિ થાય. અહીં રોજ મહાવીરસ્વામીના શાન્તચિત્તે દર્શન કરો છો? સાંજે ઘીના દીપકમાં ભગવાનકેવા સુંદર શોભે છે? તમને શંખેશ્વર દાદા યાદ આવી જશે.
૨૦૮ •••
..... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org