________________
તેવા કોઈ અનુષ્ઠાનમાં સાચું અધ્યાત્મ છે, એમ માનશો નહિ.
પૂ. દેવચન્દ્રજી મહારાજ કહે છે : કોઠીમાં હજાર વર્ષ બીજ પડ્યા રહેશે. એમને એમ જ રહેશે; પણ જમીનમાં વાવો તો ?
‘‘બીજે વૃક્ષ અનંતતા રે, પ્રસરે ભૂ-જલ યોગ...’'
- પૂ. દેવચન્દ્રજી... તેમ આપણે પણ ભગવાનનો સંયોગ પામીને અનંત બની શકીએ. બીજને જમીન – પાણી વગેરે ન મળે તો પોતાની મેળે વૃક્ષ ન બની શકે તેમ જીવ એકલો જ શિવ ન બની શકે.
આ વાત તરફ તમારા કોઈનું ધ્યાન નથી તેનું મને બહુ જ દુઃખ છે. કેમ કોઈની નજર જતી નથી ?
પૂ. દેવચન્દ્રજી મ.એ પ્રથમ સ્તવનમાં પ્રીતિયોગ બતાવ્યો છે. ષોડશક યોગવિંશિકા વગેરેમાં પ્રીતિયોગ બનાવ્યો છે, તે આ પ્રભુનો પ્રેમ સમજવો.
પ્રભુ પ્રેમના કારણે જ માર્ગ ભૂલાયો નથી. માટે જ ‘સુમુનો’પ્રભુ પાસે આપણે રોજ માંગીએ છીએ.
જેના માથે ગુરુ હશે તે કદી માર્ગભ્રષ્ટ નહિ બને.
ગામ માટે ઘડા બનાવવાની જવાબદારી કુંભારની છે, તેમ જીવમાંથી શિવ બનાવવાની જવાબદારી ભગવાનની છે.
માટીને કુંભાર ન મળે તો પોતાની મેળે ઘડો બની શકે નહિ. ભગવાન વિના આપણે પણ ભગવાન બની શકીએ નહિ.
પંચવસ્તુક ઃ
ગોચરીમાં ભોજન સમયે જ જવું. આગળ-પાછળ નહિ. કારણકે એમ કરતાં પૂર્વકર્મ – પશ્ચાત્કર્મ દોષ લાગે.
* શા માટે આપણે આટલી બોલ-બોલ કરીએ છીએ ? શક્તિ વેડફીએ છીએ ? મૌનથી શક્તિ – ઊર્જાવધે. મૌન એટલે વાણીનો ઉપવાસ. મનથી વિચારનો ખળભળાટ છોડો. મનનો ઉપવાસ આદરો.
મૌન રહે તે મુનિ. વાણી પર સંયમ રાખે તે વાચેંયમ-ગોચરી વખતે જ નહિ, બીજા સમયે પણ મૌન રહે તે મુનિ ! આવું મૌન આવશે તો જ શક્તિનો સંચય થશે.
મન-વચન-કાયાથી આપણે કમાણી કરીએ છીએ કે વેડફીએ છીએ ? સંઘટ્ટો લેતાં જેમ નથી બોલતા તેમ પડિલેહણ- ગોચરી વખતે પણ નહિ બોલવું જોઈએ.
૨૦૪
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org