________________
ગુજ, ૨-૯-૯૯, શ્રા. વદ-૭.
સાધુ અને શ્રાવકધર્મ બે પ્રકારનો ધર્મ ભગવાને ભૂમિકાના ભેદથી બતાવ્યો છે. કારણકે જીવોની ભૂમિકા તેવી હોય છે. દઢ મનોબળી સાધુ અને હીન મનોબળી શ્રાવક બને છે.
સાધુપણું એટલે ભગવાનની આજ્ઞાનું પૂર્ણ પાલન. શ્રાવકપણું એટલે ભગવાનની આજ્ઞાનું અપૂર્ણ પાલન, પણ શ્રદ્ધાપૂર્ણ.
હમણા ભગવતીમાં ભગવાન માટે વિશેષણ આવ્યું: ‘૩પન્નનાદંસ ઉત્પન્ન કેવળજ્ઞાનવાળા, એમ લખ્યું પણ “માતંલપાથરે ન લખ્યું. તે એમ જણાવે છે કે કેવળજ્ઞાન ઉત્પન્નકરવું પડે છે. જે કોઈપણ જીવ કરી શકે છે. અન્યદર્શનીની જેમ અહીં અનાદિકાળથી જ્ઞાન છે, એવું નથી, ઉત્પન્ન થયેલું છે.
નાનપણમાં મને અધ્યાત્મ માટેની રુચિ ખરી, પણ કયું સાચું અધ્યાત્મ ને ક્યું ખોટું? તેની ગતાગમ નહિ, પણ પુણ્યયોગે મને પહેલેથી જ ભક્તિ પસંદ. જાણે કે સતત ભગવાન માર્ગદર્શન આપતા રહ્યા.
કોઈએ મને ગૃહસ્થપણામાં (ખેરાગઢમાં) કાનજીનું પુસ્તક આપીને કહ્યું ઃ આમાં ખરું અધ્યાત્મ છે. વાંચજો.
પુસ્તકખોલતાંજ અંદર જોવા મળ્યું: “ઉપાદાનજમુખ્ય છે. નિમિત્ત અકિંચિત્કર છે.” મેં તરત જ મૂકી દીધું ને પેલાને કહી દીધું આ અધ્યાત્મ નથી. હું બધા સાધુ – સાધ્વીજીને જણાવવા માંગું છું. જ્યાં દેવ-ગુરુની ભક્તિ ન હોય
Jainકહે કલાપૂર્ણસૂરિnl...
For Private & Personal Use Only
www.jainel 2o3org