________________
જાણ્યા વિના ઘણા ગોટાળા વળી જાય.
સંગ્રહનયથી બધા જીવો સિદ્ધ સમાન છે. વ્યવહારનય જે વખતે જે હોય તે માને, કર્મસત્તાને આગળ રાખીને ચાલે. એ વિના વ્યવહાર ન ચાલે. ‘‘મારા ઊધારા પૈસા ત્યાં પડ્યા છે. મને માલ આપો. તમે ત્યાંથી ઉઘરાણી કરી લેજો.’' આમ બજારમાં ચાલે ? માટે આત્મસ્વભાવમાં રમણતા હોય ત્યાં સામાયિક સમજવું.
આ સામાયિક શી રીતે મેળવવું ? તેના ઉપાયો શેષ પાંચ આવશ્યકોમાં ક્રમશઃ મળતા જશે.
જ્ઞાન ભણવાથી નહિ, વિનય-સેવાથી આવે છે. માટે જ અત્યંતર તપમાં વિનયનું સ્થાન સ્વાધ્યાયથી પહેલા મૂકવામાં આવ્યું છે. વિનય કરો તો જ્ઞાન મળે, સ્વાધ્યાય થઈ શકે. વિનયથી આવેલું જ્ઞાન અભિમાન નહિ કરાવે.
વિનય કોણ કરી શકે ? પોતાને લઘુ – તુચ્છ માને તે તુચ્છ માને તે જ પ્રાયશ્ચિત્ત કરી શકે.
મુખ્ય અત્યંતર તપ છે પણ બાહ્ય તપ તેને પુષ્ટ કરનાર છે. વાદાં તદ્રુપવૃંદમા
જ્ઞાનસાર.
ચૈત્યવંદનમાં ભાવ કેમ નથી આવતા ? જેનું હું ચૈત્યવંદન કરું છું, એ કેવા છે ? એનું સ્વરૂપ હજુ આપણે સમજ્યા નથી.
અર્થ જાણીએ, ભગવાનનો મહિમા સમજીએ તેમ આનંદ વધે. આનંદ વધે તેમ શુદ્ધિ વધે. શુદ્ધિ વધે તેમ આનંદ વધે.
આમ આ અમૃતચક્ર છે. એકબીજા પર આધારિત છે. એકથી બીજાને પ્રોત્સાહન મળે. અજિતનાથ ભગવાનના સમયમાં સર્વોત્કૃષ્ટ માનવની આબાદી હતી. ત્યારે તીર્થંકરો પણ બધે જ હતા ઃ ૧૭૦. નવ ક્રોડ કેવળી અને નવહજાર ક્રોડ (૯૦ અબજ) મુનિઓ
હતા.
અત્યારે ૨૦ તીર્થંકરો છે. બે ક્રોડ કેવળી અને નવસો ક્રોડ (૯ અબજ) સાધુઓ છે. હવે ઉત્સર્પિણીમાં ૨૩મા તીર્થંકરના સમયે ઉત્કૃષ્ટથી ૧૭૦ તીર્થંકરો થશે. ૧ તીર્થંકરનો પરિવાર ઃ ૧૦ લાખ કેવળી, ૧૦૦ ક્રોડ મુનિઓ (૧ અબજ)
:
હોય.
Jain Education International
For Private & Personal Use Only
હે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org