________________
બુધ, ૧-૯-૯૯, થા. વદ-૬,
* પાળવામાં ભલે કષ્ટદાયી હોય, પણ ફળ જેનું લાભદાયી હોય ત્યાં કષ્ટ નથી લાગતું. વેપારીને વેપારમાં, ખેડૂતને ખેતીમાં, મજૂરને મજૂરીમાં કષ્ટ હોય છે, છતાં સામે લાભદેખાતો હોવાથી કષ્ટ લાગતો નથી. તેમ સાધુને પણ મોક્ષનો લાભ દેખાતો હોવાથી કષ્ટ નથી લાગતું. * * લખપતિનું લક્ષ ક્રોડપતિ તરફ, ક્રોડપતિનું લક્ષ અબજપતિ બનવા તરફ હોય છે, તેમ શ્રાવકનું સાધુ તરફ, સાધુનું સિદ્ધિ તરફ લક્ષ હોવું જોઇએ. ન હોય તો સાધક તે
સ્થાને પણ રહીનશકે. શ્રાવકે શ્રાવકપણામાં કે સાધુએ સાધુપણામાં ટકી રહેવું હોય તો પણ આગળનું લક્ષ હોવું જ જોઈએ.
* શ્રાવકની ઉત્કૃષ્ટ ભૂમિકા કરતાં પણ સાધુની જઘન્ય ભૂમિકામાં કેટલાય ગણી વિશુદ્ધિ વધારે હોય છે. શુદ્ધિ વધુ તેમ આનંદ વધુ! બાર મહિનામાં જ સાધુ અનુત્તર વિમાનના દેવને પણ પ્રસન્નતામાં જીતી જાય. પછી તો આનંદ જે વધતો રહે તેને વર્ણવવા કોઈ ઉપમા નથી.
કપડામાંથી મેલ દૂર થાય તેમ ઉજ્જવલતાવધે તેમ મનમાંથી અશુદ્ધિ દૂર થાય તેમ પ્રસન્નતા વધે. આ જ સાચો આનંદ છે. ઘરનો આનંદ.
* બાહ્યતા પ્રથમ શા માટે? જરૂરી શા માટે? અત્યંતર તપને ફોર્સ આપનાર બાહ્યતા છે. હું મારા અનુભવથી કહું છું કે જે દિવસે ઉપવાસાદિ કરેલા હોય તે દિવસે સાધનામાં વધુ ફોર્સ આવે.
Jain Education International
For Private & Personal Use Only
... કહે કલાપૂર્ણસૂરિ