________________
“આપ તો દેથલીના ઠાકરડા ત્રિભુવનપાળના દીકરા ને હું ૧૮ દેશના માલિક મહારાજા કુમારપાળનો દાસ. હું દાન ન કરું તો કોણ કરે?'
રાજાનો ગુસ્સો ઠંડો પડી ગયો.
રાજાના સેવકને દાસત્વની આટલી ખુમારી હોય તો આપણને ભગવાનના દાસત્વની કેટલી ખુમારી હોવી જોઈએ? દાસત્વની ખુમારી હોય તો ચૈત્યવંદનાદિ ક્રિયા તુચ્છતાપૂર્વક ન થાય. - બીજે બધે રસ જાગે, પણ ભગવાનની ભક્તિમાં જ રસ નહિ? ક્યાં ગઈદાસત્વની ખુમારી?
ભક્તિઃ
ઈન્દ્રભૂતિ ભગવાનના શિષ્ય બન્યાનેત્રિપદી દ્વારા અન્તર્મુહૂર્તમાં દ્વાદશાંગી બનાવી. એ શક્તિ ભગવાન દ્વારા જ પ્રગટી. પૂર્વાવસ્થામાં ક્યાં હતી આ શક્તિ? ભગવાનના પ્રભાવથી જ ઈર્ષ્યા, માન, અવિરતિ, ક્રોધ, પ્રમાદ વગેરે દોષોએ વિદાય લીધી.
ચંડકૌશિકમાં પોતાની મેળે ૮મા દેવલોકે જવાની શક્તિ હતી?કે ભગવાનના પ્રભાવથી પ્રગટી?
બીજમાં વૃક્ષ બનવાની શક્તિ છે તો બનાવો... કોઠીમાં રાખીને. બીજમાટે ધરતી જરૂરી છે, તેમ ભક્ત માટે ભગવાન જરૂરી છે.
ભગવાનના પ્રભાવથી જ સંસારનામુસાફરઆપણે મુક્તિના મુસાફરબની શકીએ. હવે તમે જ વિચારોઃ ઉપાદાન પ્રબળ કે નિમિત્ત?
ચૈત્યવંદન રહી જશે તો જોગમાંદહાડો પડશે, એવા ભયથી ચૈત્યવંદન ચૂકતા નથી તમે, પણ તમે કદી વિચાર્યું? જે ચૈત્યવંદન રહી જવાથી દહાડો પડતો હોય, એમાં કેટલા રહસ્યો ભર્યા હશે?
ભગવાનની ભક્તિ ભરેલી છે- ચૈત્યવંદનમાં.
માત્ર નામના સહારે અન્યદર્શની સમાધિ સુધી પહોંચ્યા છે, તો આપણે ભગવાનની ભક્તિની ઉપેક્ષા શી રીતે કરી શકીએ?
રામકૃષ્ણ પરમહંસ કાલીમાને જોતા કે નામ સાંભળતા ત્યારે ભાવાવેશમાં આવી જતા.
પ્રભુનું નામ, મૂર્તિકે આગમ તમારી પાસે છે એટલે પ્રભુ તમારી પાસે જ છે. ક્યાંય
...... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org