________________
મંગળ, ૩૧-૮-૯૯, શ્રા. વદ-૫.
* વૈદ્ય રોગીની અવસ્થા જાણીને દવા આપે, રોગી અવસ્થામાં ચાલુ હોય તે આરોગ્ય અવસ્થામાં બંધ, આરોગ્ય અવસ્થામાં ચાલુ હોય તે રોગી અવસ્થામાં બંધ પણ
થાય.
ભગવાન પણ જગતના ધન્વંતરિ વૈદ્ય છે.
આપણા જેવા દર્દીઓને સામે રાખીને નિયમો બનાવવામાં આવેલા છે. કોઈક સમયે જેનું વિધાન હોય, કોઈક સમયે તેનો નિષેધ પણ હોય.
‘‘સંયમ ખપ કરતા મુનિ નમીએ, દેશ કાળ અનુમાને.’’
મુનિ પણ દેશ અને કાળને અનુસરે. અત્યારે વર્ણન ચાલે છે ઉત્સર્ગનું. ગીતાર્થ દ્રવ્ય-ક્ષેત્રાદિ જોઈ નિયમોમાં ફેરફાર પણ કરી શકે.
* અશુભ નિમિત્તોથી દૂર રહીએ તો જ અશુભ ભાવોથી દૂર રહી શકીએ. માટે જ તીર્થંકરો સ્વયં પણ ગૃહસ્થપણાનો ત્યાગ (અશુભ નિમિત્તોનો ત્યાગ) કરીને દીક્ષા ગ્રહણ કરે છે.
ભગવાન માટે જરૂરી તો આપણા માટે નહિ ? શ્રાવકો પણ અભિગ્રહાદિ ધારણ કરતા હોય તો સાધુ ધારણ ન કરે ?
* કચ્છ જેટલી કમાણી પણ મુંબઈમાં ન થાય તો તમે શું કરો ? આપણે પણ સંસાર છોડી અહીં આવ્યા. અહીં આવ્યા પછી પણ કમાણી ન વધારી તો વિચારવા જેવું નહિ?
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org