________________
-
સોમ, ૩૦-૮-૯૯, શ્રા. વદ-૪.
શરીર મોક્ષનું પરમ સાધન છે. એના વિના ધર્મ આરાધના થઇ શકે નહિ. માટે જ આ દેહનેટકાવવા સાધુએ આહાર ગ્રહણ કરવાનો છે. દોષિહિંમત વગા...”
અમારું અહીં (આ સમુદાયમાં) આવવાનું કેમ થયું? કમલ વિ.ના પિતાજીએ એક વખતે ફલોદી ચાતુર્માસસ્થિતવિજયલબ્ધિસૂરિજીને પૂછેલું વર્તમાનકાળમાં શ્રેષ્ઠ સંયમી કોણ? ત્યારે લબ્ધિસૂરિજીએ પૂઆ. શ્રી કનકસૂરિજીનું નામ આપેલું.
ત્યારે કમલ વિ. ગૃહસ્થપણામાં હાજર હતા. એમણે આ યાદ રાખેલું. દીક્ષા તો આમ લેવી હતી રામચન્દ્રસૂરિજી પાસે. કારણકે એમના જૈન પ્રવચનો વાંચવાથી વૈરાગ્ય થયેલો, પણ કમલ વિ. એ પૂ. કનકસૂરિજી પાસે દીક્ષા લેવાનું નક્કી કરાવ્યું. વળી ફલોદીના કંચન વિ. પણ ત્યાં હતા.
આમ ભગવાને જ મને અહીં મોકલ્યો. હું તો પહેલેથી જ ભગવાન પર વિશ્વાસ રાખનારો ! એ જે કરશે તે બરાબર જ કરશે. આવો પાકો ભરોસો! મદ્રાસનો અનુભવઃ
ઘણાએ કહ્યું ઃ તેઓ ધૂતારા છે, જવા જેવું નથી, પણ ભગવાનના સંકેતથી, ભગવાનના ભરોસે અમે મદ્રાસ ગયા. ત્યાં પણ મુહુર્ત સંબંધી વિશ્ન આવ્યા, પણ ટળી ગયા અને પ્રતિષ્ઠા ધામધૂમથી થઇ. હું આમાં પણ ભગવાનની કૃપા જોઊં .
અમારું પ્રથમ ચાતુર્માસ તો ફલોદીમાં જ થયું. બીજા ચાતુર્માસ વખતે આમ તો પૂ. કનકસૂ. સાથેરાધનપુર નક્કી થયેલું પણ પૂ. બાપજી મ.ની ઈચ્છા જાણીને અમદાવાદ ૧૯૪ ..
.... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org