________________
જ્ઞાન જ આપણી મૂડી છે. એ જ ભવાંતરમાં સાથે આવશે. પુસ્તકો, બોક્ષ, ભક્તો, શિષ્યાદિ પરિવાર વગેરે કોઈ સાથે નહિ આવે.
કમ સે કમ એટલું કરો ઃ નવકારથી લઈને આવશ્યક સૂત્રો સંપૂર્ણપણે ભાવિત કરો. નહિ તો આપણી ક્રિયા ઉપયોગ-શૂન્ય બની રહેશે. ઉપયોગ શૂ ય ક્રિયાનું કોઈ જ મૂલ્ય નહિ રહે.
મને પણ રસ નહોતો પડતો, જ્યારે હું આવશ્યક સૂત્રો શીખતો'તો, પણ અર્થ વગેરે જાણ્યા પછી ખૂબ જ રસ પડવા માંડ્યો. પ્રબોધ ટીકા, લલિત વિસ્તરા વાંચો. આવશ્યક સૂત્રોના રહસ્યો સમજાશે.
મહાન તપસ્વી ભુવનભાનુસૂરિ મહારાજાએ તેના પર વિવેચના લખી છે. નામ છે ઃ પરમ તેજ. એ પણ વાંચી શકાય.
જૈનેતરોનો મંત્ર ‘ગાયત્રી મંત્ર’ જ્ઞાનનો મંત્ર છે. નવકાર અધ્યાત્મમંત્ર છે. નવકારમંત્ર એ ગણધર ભગવંતોનું આપણને મળેલું ઉત્કૃષ્ટ દાન છે. એની માવજત કરીશું તો ઈનામપાત્ર ઠરીશું. વેડફી નાખીશું તો સજાપાત્ર.
* મોક્ષની સાધનાના સંક્ષિપ્ત ઉપાયો છ આવશ્યક સિવાય બીજે ક્યાંય નથી. ૪૫ આગમોનો સાર આવશ્યકોમાં છે. ૪૫ આગમ એનો વિસ્તાર માત્ર છે. * ધ્યાન એટલે એકાગ્રતાની સંવિત્તિ !
ધ્યાન એટલે સ્થિર અધ્યવસાય.
એકાગ્રતાપૂર્વક કાઉસ્સગ્ગ કરીએ તો સફળ બને. અન્યથા પ્રતિજ્ઞા-ભંગ થાય. એક જ લોગસ્સનો ભલે કાઉસગ્ગ કરો, પણ એવી એકાગ્રતાપૂર્વક ગણો કે સફળ
બને.
* ચાવીથી તાળા ખૂલે, તેમ આવશ્યક સૂત્રોથી અનંત ખજાનાઓ ખુલે છે. આગમોની ચાવી ‘‘નદી, અનુયોગ અને વિશેષાવશ્યક ભાષ્ય’’ આ ત્રણમાં છે. તપાગચ્છના ઉત્તમ વિ. એ ખરતરગચ્છીય દેવચન્દ્રજી પાસે વિશેષાવશ્યક ભાષ્યનું અધ્યયન કરેલું.
વળી, દેવચન્દ્રજીએ અચલગચ્છીય જ્ઞાનસાગરજી પાસે વિશેષાવશ્યકનો અભ્યાસ કરેલો. દેવચન્દ્રજીએ ક્યાંય દાદાના સ્તવનો, ગીતો વગેરે બનાવ્યા હોય, તેમ જાણ્યું નથી. તેમણે જ્ઞાનસાર પર જ્ઞાનમંજરી ટીકા લખી છે. તેમાં મહોપાધ્યાય શ્રી
૧૯૨ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org