________________
ત્યાગ, વૈરાગ્ય, કરુણા, ભક્તિ, મૈત્રીના સંસ્કારો ગાઢ બનાવ્યા વિના ભવાંતરમાં સાથે નહિ આવે. માટે જ રોજ એ બધાના સંસ્કાર ઘટ્ટ કરવાના છે.
* બીજા જીવોનું ક્ષાયિક સમ્યક્ત્વ હોય તોય ‘વરબોધિ’ ન કહેવાય. ભગવાનનું ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પણ ‘વરબોધિ’ કહેવાય. એ પરોપકાર અને કરુણાના કારણે
જ.
આવા કરુણાશીલ ભગવાન બીજે ક્યે સ્થળે મળવાના ?
તેઓ પટ્ટુ, અભ્યાસ અને આદરથી વૈરાગ્યાદિને સંસ્કાર આપીને એવા ઘટ્ટ બનાવે છે કે ભવાંતરમાં પણ સાથે આવે.
* પં. ભંદ્રકર વિ. મ.ને પૂછ્યું : નવકારને જ તમે કેમ પકડ્યો ?
પં. મ. કહેતા ઃ આ બધા સૂત્રો, વિધિ, વિધાનો જોઈએ, ત્યારે એમ થાય કે આમાંનું બધું જીવનમાં ક્યારે ઉતારીશું ?
સૂત્રથી પણ નહિ તો અર્થથી કે તદુભયથી શી રીતે ઊતારી શકીશું ?
એટલે મેં વિચાર્યું ઃ બધું તો નહિ પકડી શકાય, એક નવકાર બરાબર પકડી લઈએ તોય તરી જઈએ. આથી એક નવકાર બરાબર પકડ્યો.
× પટ્ટુ, અભ્યાસ અને આદર આ ત્રણેય (વૈશેષિકદર્શન પ્રથમ પાદ) જૈનેતરો માને છે, પણ મતિજ્ઞાનના પ્રકારોરૂપે આપણને પણ તે માન્ય છે, એમ જંબુ વિ.મ. એ જણાવેલું.
* પં. મુક્તિવિજયજી અભિધાન કોશ અને પ્રાકૃત વ્યાકરણનું વૃદ્ધાવસ્થામાં પણ પુનરાવર્તન કરતા હતા. જવાબમાં કહેતા : ભવાંતરમાં પણ સાથે લઈ જવા છે.
સંસ્કૃત ભાષા પર એમની જબ્બર પક્કડ હતી. અઘરામાં અઘરા ગ્રંથો સહેલાઈથી વાંચી – વંચાવી શકતા તથા શુદ્ધીકરણ કરી નોટો બનાવતા. આવી ૧૭ નોટો સાંતલપુરના ભંડારમાં હતી.
* ગ્રન્થ માત્ર વાંચી લઈએ, એનો કોઈ ખાસ અર્થ નથી. વારંવાર ઘુંટી-ઘૂંટીને ભાવિત બનાવીએ ત્યારે ફળદાયી બને.
જૂના ગ્રંથોને કદી સંભાળીએ છીએ ? એક ગ્રંથને બીજી-ત્રીજી વાર વાંચીએ છીએ? કોઈ વેપારી કદી કમાયેલી મૂડી ખોઈ નાખતો નથી. આપણે ભણેલું ભૂલી જઈએ છીએ. મૂડી સંભાળતા નથી.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
... ૧૯૧
www.jainelibrary.org