________________
ૉd, ૨૯-૪-૯૯, શ્રા. ત. ૩
* ધર્મ મંગળ જ કરે. અધર્મ, અમંગળ, અહિત જ કરે. મંગળનું બીજું નામ સુખ છે. ઘરથી નીકળતાં મંગળ કરીએ છીએ, પણ એ દ્રવ્ય મંગળ છે. ધર્મ દુનિયાના બધા જ મંગળોમાં ઉત્કૃષ્ટ છે : – ધમ્મો મંગલમુઘ્ધિાંન ધર્મનું મૂળ વિનય છે. માટે જ નવકાર (નમો) મહામંગળ કહેવાય છે. મંળતાળ ચ સવ્વતિ પઢમં હવદ્ મંત્ન |
* ધર્મને યોગ્યતા દેખાય તો જ આપણામાં તે આવે. અધર્મ યોગ્યતા – અયોગ્યતા કાંઈ જ જોતો નથી. તરત જ ધસી આવે છે. જ્યારે ધર્મ યોગ્યતા વિના આવતો નથી જ.
યોગ્યતા માટે દરકાર કરવી પડે છે. અયોગ્યતા માટે કાંઈ જ જરૂરી નથી.
સહેજ યોગ્યતા ન દેખાય તો ધર્મ બારીમાંથી જોઈને જ ભાગી જાય, અંદર આવે જ નહિ. માટે જ ધર્માચાર્યો યોગ્યતા સૌ પ્રથમ જુએ છે. માટે જ અયોગ્યને ધર્મ સૂત્રો આપવાની શાસ્ત્રકારો ના પાડે છે.
પૂ. ક્નકસૂરિજી નિઃસ્પૃહશિરોમણિ હતા. પ્રસિદ્ધિ વગેરેની કોઈ અપેક્ષા નહોતી. ધારત તો ઘણા શિષ્યો કરી શકત, યોગ્યતા ન જણાતાં તેઓ વેગળા જ રહ્યા.
6
* મદ્રાસમાં રશિયાનો તત્ત્વજિજ્ઞાસુ આવેલો. એ માટે એ હિન્દી શીખીને આવેલો. મોહનલાલજી ઢઢઢા, ખરતરગચ્છના પ્રમુખ તેને લઈ આવેલા. ‘મુન્ને તત્ત્વજ્ઞાન શીલના મૈં ।’એની વાત જાણીને તત્ત્વજ્ઞાન – પ્રવેશિકાનો ૧લો પાઠ શીખવાડ્યો. ખૂબ જ રાજી થયો.
તમને આવી જિજ્ઞાસા ખરી ? અમારી પાસે શા માટે આવો છો ? ધંધો સારો ચાલે, તબિયત સારી રહે માટે ?
૧૯૦ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org