________________
મુનિઓના મનમાં રમતા સિદ્ધોને જોવા આપણી પાસે શ્રદ્ધાની આંખ જોઈએ. આંખ ચાર પ્રકારે ચામડાની (ચર્મ) ચક્ષુ – ચઉરિન્દ્રિયથી લઈ સૌને.
અવધિજ્ઞાનની આંખઃ દેવ-નારકને. કેવળજ્ઞાનની આંખ કેવળી + સિદ્ધોને.
શાસ્ત્રની આંખ સાધુઓને.
* બે હજાર સાગરોપમ પહેલા આપણે ચોક્કસ એકેન્દ્રિયમાં હતા. એટલા કાળમાં જો આપણે મોક્ષમાં ન જઈએ તો ફરી એકેન્દ્રિયમાં જવું પડશે.
આ જ આપણો ભૂતકાળ છે. મોક્ષમાં ન જઈએ તો આ જ આપણો ભવિષ્યકાળ છે.
T.V, સિનેમા વગેરે પાછળ પાગલ બનનારી આજની પેઢીને જોઈને ચિન્તા થાય છેઃ આમનું થશે શું? આંખનો કેવો દુરુપયોગ? ફરીથી આંખ નહિં મળે. આંખ ઘણા પુણ્યથી મળી છે. એનો દુરુપયોગ ન કરો. શાસ્ત્ર વાંચો. જયણા પાળો, જિનમૂર્તિના દર્શન કરશે. આ જ આંખનો સદુપયોગ છે.
* શાસ્ત્ર હૃદયમાં, જીવનમાં જીવંત જોઈએ. પળ-પળે એના ઉપયોગપૂર્વકનું આપણું જીવન જોઈએ. એ જ ખરું શાસ્ત્ર છે. ભંડારમાં પડેલા પુસ્તકો તો શાહી અને કાગળ છે, માત્રદ્રવ્યશાસ્ત્ર છે. એ પ્રમાણેનું જીવન તે જ ભાવશાસ્ત્ર છે.
* યોદ્ધાઓ ઢાલથી તલવારાદિના પ્રહારો રોકે તેમ સાધક ક્રોધાદિના પ્રધાને ક્ષમાદિથી રોકે.
* ક્રિયા વખતે સૂત્રો માત્ર સાંભળવાનાજનથી, અતૂચ્ચારણ (અનુ+ઉચ્ચારણ) પણ કરવાનું છે. તો જ ક્રિયામાં જીવંતતા આવે.
* કાયોત્સર્ગવધે તેમ સમાધિવધે. માટે જ લોગસ્સને સમાધિસૂત્ર, પરમ જ્યોતિ સૂત્ર કહેલું છે. સાહિત્ય વિકાસ મંડળ તરફથી લોગસ્સ સ્વાધ્યાય પુસ્તક બહાર પડેલું છે, તે વાંચવા જેવું છે.
ચિત્ત વિક્ષિપ્ત હોય ત્યારે નવકાર, ચિત્ત સ્વસ્થ હોય ત્યારે લોગસ્સ ગણો. જેથી લોગસ્સનો અનાદર ન થાય. જેનોમાં ધ્યાન નથી, એમ કોઈ કહેતા નહિ. અહીં તો નાનું બાળક પણ ધ્યાન કરે
૧૮૮ •••
... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org