________________
ક્શન, ૨૮-૮-૯, થા. વ. ૨,
* સાધુધર્મ, શીઘ મુક્તિમાં જવાનો ઉપાય છે. શ્રાવકધર્મતેમના માટે છે, જેઓ હજુ સાધુ-ધર્મ પાલનમાં અસમર્થ છે, ઈચ્છુક છે, પરંતુ અસમર્થ છે.
* આપણામાં આવેલો ગુણ બીજાને આપીએ તે અક્ષય બને, આનંદકારી બને. લેવા કરતાં દેવામાં આનંદ ખૂબ જ છે.
પરોપકાર કરનાર સ્વ-પર ઉભય પર ઉપકાર કરે જ છે. એક પણ એવો ઉપકાર નથી, જ્યાં સ્વ-પર ઉપકાર ન હોય.
કલ્યાણ તો આપણા આત્માનું જ કરવાનું છે તો પછી જીવકાયની રક્ષાની વાત વચ્ચે ક્યાંથી લાવ્યા? એ જીવોના રક્ષણ વિના આત્મકલ્યાણ નથી જ, માટે.
આજે ભગવતી – ટીકામાં આવ્યું? સંયમ એટલે છ આવકાયની રક્ષાથી પર રક્ષા. સંવર એટલે વિષય - કષાયથી સ્વરક્ષા.
સંયમ પર - રક્ષા માટે, સંવર સ્વરક્ષા માટે છે. બન્ને એક જ સિક્કાની બે બાજુઓ
* ભગવાનની આજ્ઞા –
अवलंबिऊण कजं जंकिंचि समायरंति गीयत्था ।
थेवावराह बहुगुण, सव्वेसिं तं पमाणं तु ।।
૧૮૬ ...
.. કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org