________________
* આહાની લોલુપતા સાધુને ન હોય, માત્ર સાધના માટે આહાર ગ્રહણ કરે. ઈન્દ્રિયો શિથિલ ન થાય, સહાયક ધર્મ મટી ન જાય, સહનશીલતા ઘટી ન જાય, સ્વાધ્યાયમાં હાનિ ન થાય, માટે ભોજન લે.
મનગમતું ભોજન (ગુલાબજાંબુ, રસગુલ્લા વગેરે) મળે તો જ ગ્રહણ કરવું, એવા અભિગ્રહો ન થઈ શકે. આ તો આસક્તિ કહેવાય.
* આપણા શિષ્ય પરિવારને જેવા બનાવવા હોય તેવા પ્રથમ આપણે બનવું પડે. એકાસણા, સ્વાધ્યાય, સંયમ, સેવા વગેરે ગુણોથી વિભૂષિત શિષ્ય ઈચ્છતા હો તો તમે પહેલા જીવનમાં એ ગુણો ઉતારો.
* ગોચરીની આઠ પદ્ધતિઓ :
૧. ઋવી (સીધી) :- ક્રમશઃ સીધા શેરીમાં જવું, ન મળે તો પાછા સ્થાનમાં, ૨. ગત્વા પ્રત્યાગતિ ઃ – શેરીની બન્ને બાજુ. સીધા ગયા પછી પાછા સામી બાજુએ. ૩. ગોમૂત્રિકા ઃ- સામ – સામે ગોમૂત્રની ધારના આકારે ઘરોમાં જવું.
૪. પતંગ વીથી :- પતંગીયાની જેમ અનિયત ઘરોમાં જવું.
૫. પેટા ઃ – પેટી જેવા ચોરસ આકારે ઘરોમાં જવું.
-
૬. અર્ધપેટા ઃ- અર્ધી પેટી જેવા આકારો ઘરોમાં જવું.
૭. અત્યંતર શંબુક ઃ- ગામની અંદરથી શરૂ કરી બહારના ઘરોમાં આવવું. ૮. બાહ્ય શંબુક ઃ- બહારથી શરૂ કરી અંદર પૂરું કરવું.
:
૧૦ પ્રાણમાં આયુષ્ય ખૂટી જાય તો નવેય પ્રાણ નકામા ! એ પણ શ્વાસ લો તો ટકે. અહીં પણ શ્રુત, સમ્યક્ સામાયિક આયુષ્ય અને શ્વાસના સ્થાને છે. આવશ્યક નિર્યુક્તિમાં સામાયિકના ત્રણ પ્રકાર બતાવ્યા છે.
૧) શ્રુત, ૨) સમ્યક્ અને ૩) ચારિત્ર સામાયિક.
‘આવા સામારૂપ્, આવા સામાઞસ્સ ગ’ આત્મા સામાયિક છે, સામાયિકનો અર્થ છે.
‘ભગવઈ અંગે ભાખીયો, સામાયિક અર્થ;
સામાયિક પણ આતમા, ધરો શુદ્ધો અર્થ...' ૧૨૫ ગાથા સ્તવન. યશો. વિ.
શંકા : તો પછી બધા જીવોમાં સામાયિક ઘટી જશે.
સમાધાન ઃ સંગ્ઝનયથી ઘટે. નયપદ્ધતિ જૈનદર્શનની મૌલિક વિશેષતા છે. નયપદ્ધતિ
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
- ભગવતી સૂત્ર.
P
For Private & Personal Use Only
...
૨૦૧
www.jainelibrary.org