________________
ર્થાને, ૧૪-૮-૯૯, શ્રા. સુદ-૩.
* દેવોની જેમ અસંખ્યાત વર્ષનું આયુષ્ય નહોતું હરિભદ્રસૂરિજીનું, આપણા જેટલું જ હતું. કાર્ય પણ શાસનના, સંઘના, વ્યાખ્યાનના, વિહારાદિના કરતા જ હતા. છતાં અલ્પ જીંદગીમાં એમણે જે વિરાટ કાર્ય કર્યું છે તે જોઈને મસ્તક ઝૂકી પડે છે, એમના ચરણોમાં.
G
‘‘શ્રાવક કરતાં અમારું જીવન સારું ! કમ સે કમ ભીખ તો નથી માંગતા અમે. અહીં અમે દાન-પુણ્યાદિ કરીએ છીએ. વળી, ત્યાં લોચાદિના કેટલા બધા કષ્ટો ?’’ આવું વિચારનારો વર્ગ પહેલા હતો તેમ નહિ, આજે પણ છે.
આપણે સાધુઓ પણ ક્યારેક અણગમો થવાથી વિચારીએ છીએ : આના કરતાં તો દીક્ષા ન લીધી હોત તો... આવા વિચારોથી ભવાંતરમાં પણ ચારિત્ર ન મળે, એવું કર્મ આપણે બાંધી લઈએ છીએ.
આપણે ઈચ્છીએ છીએ ઃ પેલાએ સ્વભાવ બદલાવવો જોઈએ. હું કહું છું : એ સંભવ નથી. આપણો સ્વભાવ આપણે બદલાવી શકીએ. એ આપણા હાથમાં છે. સૃષ્ટિ ન બદલાય. દૃષ્ટિ બદલી શકીએ. ગામ ન બદલાય. ગાડું બદલાવી શકીએ. પરિસ્થિતિ ન બદલાવી શકીએ. મનઃસ્થિતિ બદલાવી શકીએ.
* બીજાને જે આપીએ તે આપણા માટે સુરક્ષિત બની ગયું સમજો. ધન, જ્ઞાન, સુખ, જીવન, મરણ, દુઃખ, પીડા વગેરે બધું જ.
કહે કલાપૂર્ણસૂરિ
...........
Jain Education International
For Private & Personal Use Only
... ૧૪૧
www.jainelibrary.org