________________
પ્રક્રિયામાંથી પસાર થતાં, પછી પણ એવી જાગૃતિ અને એવો અપ્રમાદ બન્યો રહે માટે. યોગોદ્વહનમાં જાગૃતિના સંસ્કારો અપાય છે.
વ્યાધિના ક્ષયમાં દર્દીઓ કડવામાં કડવા ઉકાળાઓ – દવાઓ વગેરે પ્રેમથી લે છે. ઉપવાસ કરે છે, પરહેજી પાળે છે તેમ અહીં પણ સાધુ બધું પ્રેમથી કરે છે; કર્મના રોગને કાઢવા.
કડવી દવા ન પીએ, માલ – મલીદા ખાય, પરહેજી ન પાળે તો દર્દીની શી હાલત થાય ? રોગ ઉલ્ટો વધે. અનુકૂળતાથી આપણો કર્મ-રોગ વધે છે.
દાળ-શાકના ઠેકાણા ન હોય, રોટલી ઉતરે જ નહિ તેવી હોય, તે વખતે તમને આનંદ થાય ? સાચું કહેજો. ખરેખર આનંદ થવો જોઈએ. શુદ્ધ ગોચરીથી આનંદ આવવો જોઈએ.
ઉદ્વેગપૂર્વક વાપરો તો ધૂમ્ર દોષ લાગે... યાદ છે ને ?
અનુકૂળ ભોજન હોય, પણ દોષિત હોય, ત્યારે મનની સ્થિતિ કેવી ? મનમાં છૂપો પણ આનંદ થતો હોય તો ચેતી જજો.
ભગવાનનો પ્રભાવ તો જુઓ ! કોઈપણ સ્થળે જૈન સાધુને આહારપાણી ન મળે એવું ન બને. એક પણ જૈન ઘર ન હોય તો પણ ન બને.
સૌરાષ્ટ્રમાં ખેરવા ગામમાં બધા અજૈન ભાવપૂર્વક વહોરાવે. આચાર્યોનું સામૈયું પણ કરે. ‘બધા ક્યાં ગયા ?’ એમ પૂછતાં એ વડીલે કહ્યું : ધંધાના કારણે બીજા બહાર ગયા છે, પણ હું અહીં જ રહ્યો છું અને અહીં જ રહીશ; સાધુ - સાધ્વીની ભક્તિ માટે જ. મારા પિતાની એવી ઈચ્છા હતી. આજે અમે આ સ્ટેજ પર છીએ તે આના પ્રભાવે. આજે જૈન બચ્ચો પણ એવો મળે ખરો જે આ નિમિત્તે ગામ ન છોડે ?
ભક્તિ ઃ શ્રીમંત કે સુખી હોય તેટલા માત્રથી માણસ આદરણીય નથી બનતો, પણ જો એ પરોપકારી, દાની હોય તો આદરણીય જરૂર બને છે.
ભગવાન માત્ર ગુણ કે જ્ઞાન સમૃદ્ધ નથી, પણ પરોપકારી અને દાની પણ છે. એમના ગુણો વિનિયોગની કક્ષા સુધી પહોંચી ગયેલા છે.
ભગવાને બધાને દાન આપ્યું ત્યારે પેલો બ્રાહ્મણ બહાર ગયેલો. ભગવાને દીક્ષા લીધા પછી નિર્ધન જ ઘેર આવ્યો. પત્નીના કહેવાથી ભગવાન પાસે માંગવા જતાં મુનિ અવસ્થામાં પણ ભગવાને વસ્ત્રનું દાન કરેલું. સહજ પરોપકારની વૃત્તિ વિના આવું ન
જ
૧૫૦...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org