________________
સમસ્યા હલ થઈ જશે. પ્રભુથી જેટલા દૂર, સંકટો તેટલા નજીક...! પ્રભુથી જેટલા નજીક સંકટો, તેટલા દૂર – તમે હૃદયમાં વજ્રના અક્ષરે આટલું લખી રાખો.
પંચવસ્તુક
સાધુ પ્રભુ – આજ્ઞાપૂર્વક જીવનારો સાધક છે, ખસઠ નથી. (ખ-ખાવું, સ-સૂવું, ઠ-લે જવું) ખસઠો માટે પૂ. જીતવિ. કહેતાં : ભરૂચના પાડા બનવું પડશે. ભરૂચ જોયું છે ને ? ઊંચું નીચું ! તે જમાનામાં નળ નહોતા. પખાલીઓ પાડા દ્વારા પાણી લાવતા. આવી હિતશિક્ષાઓ આપી - આપીને પૂ. જીતવિ.એ વાગડ સમુદાયના બાગમાં પૂ. કનક–દેવેન્દ્ર સૂરિ જેવા ફૂલો સર્જ્યો હતા.
* સાધુ દિવસમાં કેટલીવાર ઈરિયાવહિયં કરે ? ૧૦-૧૫ વાર પણ થઈ જાય. ઈરિયાવહિયં મૈત્રીનું સૂત્ર છે. કોઈપણ અનુષ્ઠાન, જીવો સાથે તૂટેલી મૈત્રીનો તાર પુનઃ અનુસંધાન પામે એ પછી જ સફળ બને, એ જણાવવા ઈરિયાવહિયં કરવામાં આવે છે. નવકાર નમ્રતાનું, કરેમિ સમતાનું, તેમ ઈરિયા. મૈત્રીનું સૂત્ર છે.
* લોઢું ડૂબે, લાકડું તરે. લાકડાનું આલંબન લેનારો પણ તરે. ધર્મી તરે, અધર્મી ડૂબે. ધર્મીનું આલંબન લેનારા પણ તરે.
* જે ધર્મને ભગવાન પણ નમે, તે ધર્મ ભગવાનથી મોટો ગણાય. ભગવાન પણ ધર્મના કારણે મોટા છે. ‘ધર્મ મોટો કે તીર્થંકર મોટો ?' એ પશ્નનો જવાબ આ છે. તીર્થંકર માત્ર અમુક સમય સુધી જ દેશના આપે. બાકીના સમયમાં આધાર કોનો ? ધર્મનો ! ભગવાન કે ગુરુ નિમિત્ત કારણ જ બની શકે. ઉપાદાન કારણ તો આપણે જ છીએ. પુરુષાર્થ તો આપણે જ કરવો પડશે.
પુરુષાર્થમાં રુકાવટ કરનાર પ્રમાદ છે.
તમને કોના પર વિશ્વાસ ? પ્રમાદ પર કે પુરુષાર્થ પર ? શત્રુ હોવા છતાં પ્રમાદને ખૂબ પંપાળ્યો. મિત્ર હોવા છતાં ધર્મ – પુરુષાર્થની કાયમ ઉપેક્ષા જ કરી છે. ૨૪ કલાકમાં પ્રમાદ કેટલો ? પુરુષાર્થ કેટલો ? પુરુષાર્થ હોય તો પણ એ કઈ બાબત અંગે હોય? અવળી દિશાનો પુરુષાર્થ તો ઘણો ર્યો. ક્ષણે – ક્ષણે ૭ કર્મો તો આપણે બાંધીએ જ છીએ. તે શુભ બાંધવા છે કે અશુભ ?
હમણાં જ ભગવતીસૂત્રમાં આવ્યું :
પ્રમાદ ક્યાંથી આવ્યો ? યોગ (મન-વચન-કાયા) થી.
યોગ ક્યાંથી ? શરીરથી, શરીર ક્યાંથી ? જીવથી આવ્યો.’’ આ જીવ જ સર્વનો
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
મૂળાધાર
૧૬૧ www.jainelibrary.org