________________
સામ સામાયિક (સમ્યત્વ સામાયિક) ના લક્ષણો. અહીંસાકર- દ્રાક્ષ કરતાં અનંતગુણા મીઠા પરિણામ હોય છે. વિશુદ્ધ લેશ્યાના પ્રભાવથી સાકરવગર જ મીઠાશ આવે. ત્રણ લેશ્યા ટળે ને તેજલેશ્યા શરૂ થાય ત્યારથી આનંદપ્રસન્નતા વધે જ.
જીવ મૈત્રી અને જિન-ભક્તિ આ બન્ને, સામ સામાયિક મેળવવાના ઉપાયો છે. મૈત્રી જિન-ભક્તિ આ બન્ને વધશે તો જીવનમાં મધુરતા અનુભવાતી પ્રત્યક્ષ જોવા મળશે. અનુભવી જુઓ. જો કટુતા હોય તો સમજવું હજુ હૃદયમાં કષાયો બેઠા છે.
જિનભક્તિ - જીવમેત્રી આદિના સંસ્કારો, પટુતા અને અભ્યાસ અને આદરથી એટલા મજબૂત કરવા જોઈએ કે ભવાંતરમાં પણ સાથે આવે.
કહે કલાપૂર્ણસૂરિ ......
••• ૧૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org