________________
૨૩-૮-૯૯, શ્રા. સુદ-૧૨,
* અહિંસારૂપી સિદ્ધશિલા પર જેણે વાસ નથી કર્યો તે ઈષત્પ્રાક્ભારા સિદ્ધશિલા પર વાસ નહિ કરી શકે.
ઈષત્યાગ્ભારા સિદ્ધશિલા કાર્ય છે. અહિંસા કારણ છે.
‘શિવમસ્તુ સર્વ જગતઃ’માં આવતો શબ્દ ‘શિવા’નો અર્થ અહિંસા થાય. પ્રશ્નવ્યાકરણમાં અહિંસાના પર્યાયવાચી શબ્દોમાં ‘શિવા’ શબ્દ પણ છે. ‘અહં તિથ્થરમાયા’ ‘‘હું અહિંસા – શિવા, કરુણા, તીર્થંકરની માતા છું. ‘કરુણા વિના કોઈ જ તીર્થંકર બની શકે નહિ. માટે જ બધા ગુણોને ઉત્પન્ન કરનાર, શેષ વ્રતોનું રક્ષણ કરનાર અહિંસા જ છે.
હૃદય કઠોર હોય તો સમજવું : અનંતાનુબંધી કષાય છે. એ હોય ત્યાં સુધી સમ્યગ્દર્શન ન હોય. સમ્યગ્દર્શન ન હોય ત્યાં સુધી ગુણ પણ અવગુણ કહેવાય. અવગુણ તો અવગુણ છે જ.
સમ્યગ્દર્શનને પેદા કરનાર અહિંસા છે, મૈત્રી છે, પ્રભુભક્તિ છે. કઠોરહૃદયી મૈત્રી કે ભક્તિ ન જ કરી શકે.
એક તો અનંતાનુબંધી કષાય પડ્યો હોય ને સાથે મિથ્યાત્વ પડ્યું હોય, પછી પૂછવું
જ શું ?
પડિલેહણ, કાજો વગેરે સાધુના આચારો અહિંસાને પુષ્ટ કરનારા છે. પડિલેહણ – કાજો કાઢતાં આવી ભાવના ભાવોઃ
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૧૭૩
www.jainelibrary.org