________________
કાળથી નિત્ય - અનાદિ અનંત, ભાવથી અરૂપી વર્ણાદિથી રહિત.
જીવાસ્તિકાયનું લક્ષણઃ ઉપયોગ. ઉપયોગ, ચેતના લક્ષણથી જીવ એક જ છે. આ ભણ્યા વગર પડિલેહણ, જયણાવગેરે સાચા અર્થમાં ન આવે. જ્યાં સુધી જીવાસ્તિકાયના આ પદાર્થને આત્મસાત્ ન કરીએ ત્યાં સુધી સંયમ નહિ પાળી શકાય.
સમુદાય, સમાજ, દેશ, માણસ તરીકે આપણે એક છીએ. આગળ વધીને જીવ તરીકે આપણે સૌ એક છીએ. દષ્ટિ ખૂબ જ વિશાળ બનાવવી પડશે. સર્વ જીવોને સમાવી લે તેવી દૃષ્ટિ.
ભગવન્! હું મૂઢ છું. હિત – અહિત જાણતો નથી. તારી કૃપાથી અહિતને જાણી તેનાથી અટકું. સર્વ જીવો સાથે ઉચિત પ્રવૃત્તિવાળો બનું, તેમ કરજે.
જીવાસ્તિકાય એક છે. એમાં કર્મકૃત ભેદ નથી આવતો. સિદ્ધ – સંસારી સર્વ જીવોને જોડનાર જીવાસ્તિકાય છે. શબ્દ, રૂપ, રસ, વગેરે પણ નાસ્તિત્વરૂપે આત્મામાં છે.
એક પ્રદેશ પણ ઓછો હોય તો જીવાસ્તિકાય ન કહેવાય તો આપણે એકપણ જીવને આપણી મૈત્રીમાંથી બકાત રાખીશું તો મોક્ષ શી રીતે મળશે?
જીવરૂપે આપણે વ્યક્તિ ચેતના છીએ. જીવાસ્તિકાયરૂપે આપણે સમષ્ટિ ચેતના છીએ. આથી જ કોઈપણ જીવને સુખી કે દુઃખી બનાવવાના પ્રયત્નથી આપણે જ સુખી કે દુઃખી બનીએ છીએ.
ખામેમિ સવ્વજીવે આ ભાવના પર તો આપણું આખું પર્યુષણ પર્વ અવલંબે છે.
* મુખ્ય ચીજ પંચાચાર (જ્ઞાનાચારાદિ) છે. તેની રક્ષા માટે જ બીજું બધું – મહાવ્રતાદિ છે.
ભક્તિઃ
ભક્તિ દર્શનાચારમાં આવે. તે બીજા ચારેયમાં સહાયક બને ભક્તિ જાણકારીમાં ભળે તો સમ્યગ્રજ્ઞાન, વિશ્વાસમાં મળે તો સમ્યગ્દર્શન, કાર્યમાં ભળે તો સમ્યક ચારિત્ર, તપમાં ભળે તો સમ્યક તપ બને.
ભક્તિ ત્રણેય સામાયિક (શ્રુત, સમ્યત્વ અને ચારિત્ર સામાયિક)ને લાવનારી છે. આથી જ કોઈપણ સામાયિક ગ્રહણ કરતી વખતે ભગવાનની ભક્તિ (દેવવંદનાદિ) કરવામાં આવે છે.
ભગવાન અભય, ચક્ષુ, માર્ગાદિ આપનારા છે. ૧૮૦...
.... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org