________________
ગુ9, 2૬-૮-૯૯, શ્રા. સુ-૧,
અન્યૂન, અતિરિક્ત, વિપર્યાસ - આ પરથી પડિલેહણના આઠ ભાંગા થશે. આમાં અન્યૂનતાતિરિક્ત (વધુ પણ નહિ, ઓછું પણ નહિ) એ એક ભાંગો શુદ્ધ.
પડિલેહણનો સમય ક્યારે? કોઈ કહેઃ કૂકડો બોલે ત્યારે, કોઈ કહે અરુણોદય થાય ત્યારે, કોઈ કહેઃ પ્રકાશ થાય ત્યારે, કોઈ કહે હાથની રેખાદેખાય ત્યારે કોઈ કહેઃ ઉપાશ્રયમાં એકબીજાનું મુખ દેખાય ત્યારે ખરો સમય સૂર્યોદયથી થોડોક પહેલાનો. ચરમ પીરસીમાં પ્રતિક્રમણ સ્વાધ્યાય વગેરે થઇ જાય પછી.
* પહેલા પ્રહરનો ચોથો ભાગ બાકી રહે ત્યારે સવારે ઊઘાડા-પોરસી આવે.
* આપણાથી સૌ જીવોને સંતોષ મળે તો જ સંયમ સાર્થક બને. એક જીવ પણ તમારાથી અસંતુષ્ટ હશે તો સાધનામાં મન નહિ લાગે.
શરીરમાં કોઈપણ ભાગમાં વાગે, દર્દ આપણને થાય, સમગ્રરૂપે થાય. કારણકે આખું શરીર એક છે, તેમ જીવાસ્તિકાયરૂપે આપણે એક છીએ. આત્મા અસંખ્યપ્રદેશી છે, તેમ જીવાસ્તિકાય અનંત પ્રદેશ છે. જીવાસ્તિકાય સર્વજીવોનો સંગ્રહ છે. એક પણ જીવ બકાત રહે ત્યાં સુધી તો જીવાસ્તિકાયન જ કહેવાય, પણ એક જીવનો એક પ્રદેશ બાકી રહે ત્યાં સુધી પણ જીવાસ્તિકાય ન કહેવાય. આ જીવાસ્તિકાય એક છે.
જીવાસ્તિકાયનું સ્વરૂપઃ દ્રવ્યથી અનંત જીવદ્રવ્ય, ક્ષેત્રથી લોકાકાશવ્યાપી, કહે કલાપૂર્ણસૂરિ .....
••• ૧૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org