________________
* દવા લઈએ તો રોગ અવશ્ય મટે. તેમ ધર્મસેવન (આરોગ્ય + બોધિ + સમાધિ) થી કર્મરોગ અવશ્ય મટે.
પૂર્ણ આરોગ્ય એટલે મોક્ષ.
આથી સિદ્ધ થયું કે આપણે રોગી છીએ. રોગીએ રોગ મટાડવાના પ્રયત્નો કરવાના હોય.
શુક્ષ, ૨૭-૮-૯૯, શ્રા. વદ-૧.
શારીરિક રોગનો અનુભવ થાય છે. કર્મરોગનો અનુભવ
થતો નથી.
સન્નિપાતના રોગીને ખબર નથી હોતી ઃ હું રોગી છું. શરાબીને ખબર નથી હોતી : હું નશામાં છું. તેમ આપણને પણ કર્મરોગમાં ખ્યાલ આવતો નથી.
મદિરાપાથી અને મોહાધીનમાં કોઈ ફરક ખરો ? બન્નેમાં બેહોશી છે. એકમાં બેહોશી સ્પષ્ટ દેખાય છે. બીજાની બેહોશી જોવા સૂક્ષ્મદ્રષ્ટિ જોઈએ.
મિથ્યાત્વ દારૂ છે. એ મુંઝાવે. શરીર એ જ હું છું – એવું જ ભાન કરાવતો રહે. દેહમાં આત્મબુદ્ધિ એ જ મિથ્યાત્વ.
જ્ઞાનમય આત્મા સ્વયં પોતાને હાડકાં વિષ્ઠાવાળો દેહ માને એ કેવું ? યોગાચાર્યો એને અવિદ્યા કહે છે.
આત્મા, નિત્ય, શુચિ, સ્વાધીન છે. શરીર અનિત્ય, અપવિત્ર અને પરાધીન છે. મિથ્યાત્વ ગયા વિના મળેલું દ્રવ્ય ચારિત્ર લાભદાયી બનતું નથી.
૧૮૨ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org