________________
જીવરાશિની માફી માગી. સર્વ જીવો પર મૈત્રી કરવાની જ છે. કદાચ નિર્ગુણી પ્રત્યે માધ્યસ્થ્ય રાખવું પડે તો પણ તે મૈત્રી અને કરુણાથી યુક્ત જ હોવું જોઈએ.
મુંબઈ જઈને દર વર્ષે ગૃહસ્થોની રકમ વધતી જાય ને ? સાધુ જીવનમાં એ રીતે સમતા વધે છે ખરી ? સાધુ જીવનના અનુષ્ઠાનો જ એવા છે જે સમતા વધારે. ‘“તપોધના:, જ્ઞાનધના:, સમતાધના: જીતુ મુનવ:’” એમ કહ્યું છે.
જ્ઞાનની મૂડી વધે તેમ સમતા વધે. માટે જ જ્ઞાન પછી શમાષ્ટક, જ્ઞાનસારમાં મૂક્યું છે.
पीयुषमसमुद्रोत्थं, रसायनमनौषधम् । अनन्यापेक्षमैश्वर्यं, ज्ञानमाहुर्महर्षयः । ।
જ્ઞાનસાર-જ્ઞાનાષ્ટક
* નાનપણમાં મારી પાસે બે ગ્રંથો આવ્યા. કેશરસૂરિકૃત – ‘આત્મજ્ઞાનપ્રવેશિકા’ અને મુનિસુંદર સૂરિષ્કૃત ‘અધ્યાત્મ કલ્પદ્રુમ.’
આ વાંચ્યા પછી અધ્યાત્મની રુચિ પ્રગટી. મારવાડમાં પુસ્તકો બહુ ઓછા મળે. કોઈક પુસ્તકો લખ્યા તો આપણને કામ લાગ્યા. તો આપણું જ્ઞાન પણ બીજાને ઉપકારક બને, તેવું કંઈ નહિ કરવું ? ગૃહસ્થો પાસે સંપત્તિની મૂડી છે. તેઓ તે આપે છે. આપણે જ્ઞાન આપવાનું છે.
જ્ઞાન આપવાથી કદી ખૂટતું તો નથી જ, પ્રત્યુત વધતું જ રહે છે. જ્ઞાન પ્રમાણે સમતા આવે, મૂડી પ્રમાણે વ્યાજ આવે.
* ‘શ્વાસમાંહે સો વાર સંભારું' એમ આપણા પૂર્વજો કહી ગયા ને આપણામાંથી કેટલાક માત્ર શ્વાસ જોવામાં પડી ગયા. શ્વાસ મુખ્ય બની ગયો ને પરમાત્મા ઊડી ગયા. ઘડીયાળને માત્ર જોવાનું નથી. એના દ્વારા માત્ર સમયજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. કેટલાક સમયજ્ઞાન છોડીને માત્ર ઘડીયાળ જોવામાં પડી ગયા !!
એકાગ્રતા વિના ધ્યાન ન થાય. નિર્મળતા વિના એકાગ્રતા ન આવે. ભગવાનની ભક્તિ વિના નિર્મળતા ન આવે. જ્યાં ભગવાન નથી ત્યાં કશું નથી, એ ધ્યાન નથી, બે ધ્યાન છે.
* મોક્ષ-સુખ ભલે પરોક્ષ છે, સમતાનું અહીં જ છે; પ્રત્યક્ષ છે.
* પુસ્તકો પણ આપણને તે જ ગમશે, જેવા આપણા પૂર્વજન્મના સંસ્કારો હશે. અત્યારે સંસ્કારોના જે પુટ આપીશું તે આગામી જન્મમાં સાથે આવશે.
કહે કલાપૂર્ણસૂરિ
.....
Jain Education International
For Private & Personal Use Only
... ૧૭૧
www.jainelibrary.org