________________
ર4, ૨૨-૮-૯૯, શ્રા. સુદ-૧૧,
* સ્વયંભૂરમણ જેવો સમુદ્ર પણ નાનો પડે એટલી કરુણા ભગવાનના હૃદયમાં ભરેલી છે. તે ભવમાં જ નહિ, સમ્યકત્વથી પૂર્વના ભવોમાં પણ પરોપકાર બુદ્ધિ સહજ હોય છે. એમના સમ્યકત્વને વરબોધિ અને સમાધિને વરસમાધિ તરીકે શાસ્ત્રકારોએ ઓળખાવી છે. બીજાજીવો પોતાનો મોક્ષ સાધે, જ્યારે ભગવાન સ્વમોક્ષ સાથે અન્યોનો મોક્ષ પણ સાધી આપે. પોતે જ નહિ બીજાને પણ જીતાડી આપે તે જ નેતા બની શકે. ભગવાન ઉચ્ચ નેતા છે. “નિનાઇ નાવવા” છે.
ઉત્તમોત્તમ, ઉત્તમ, મધ્યમ, વિમધ્યમ, અધમ અને અધમાધમ - આ છ પ્રકારમાં ઉત્તમોત્તમ તરીકે માત્ર તીર્થકર ભગવાનને ગણ્યા છે.
અહીં ચુંટણી નથી. એ સ્વયં ગુણોથી બીનહરીફ ચૂંટાઈ આવે છે; આપણે ધર્મકારી ખરા, પણ ઘર્મદાતા નથી. ભગવાન ધર્મદાતા છે, બોધિ-દાતા છે.
માટે જ ભગવાનને ધર્મે પોતાના નાયક બનાવ્યા છે.
* દીક્ષા વખતે કરેમિ ભંતે દ્વારા સામાયિકનો પાઠ ઉચ્ચારીએ છીએ. સામાયિક એટલે સમતા. એના વિના સાધનાનો પ્રારંભ થઈ શકે નહિ. ઝઘડો કરીને તમે માળા ગણી જુઓ – મન નહિ લાગે. સરોવરમાં ગમે તે સ્થાને એક નાનો કાંકરો ફેંકો... એના તરંગો બધે જ ફેલાઈ જશે; ઠેઠ કિનારા સુધી. સરોવરની જેમ જગતમાં પણ આપણા શુભાશુભ કાર્યોના તરંગો ફેલાય છે. જીવાસ્તિકાય એક છે, બે નથી. આથી જ શ્વપામ્રનીવસત્તા માસીયાઈ’ એમ પગામસજામાં કહ્યું, સકળ
.... કહે કલાપૂર્ણસૂરિ
૧૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org