________________
* પડિલેહણ – ગોચરી મૌનપૂર્વક થવા જોઈએ. ગોચરી તો એવી રીતે થવી જોઈએ કે પાસે કોઈને ખબર જ ન પડે કે અહીં ગોચરી આદિ કંઈક ચાલે છે. . * સાધુને ગુસ્સો નહિ કરવાની પ્રતિજ્ઞા આપવાનો સવાલ જ નથી. દીક્ષા લીધી
ત્યારથી એપ્રતિજ્ઞા છે જ. જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે-ત્યારે એ પ્રતિજ્ઞામાં અતિચાર લાગે છે. સાધુનું નામ જ ક્ષમાશ્રમણ છે. ૧૦ પ્રકારના યતિધર્મોમાં પ્રથમ ક્ષમા છે. સામાયિકનો અર્થ સમતા થાય છે. સમતાનો અભ્યાસ વધતો જાય તેમ આનંદ વધતો જાય.
ક્રોધથી અપ્રસન્નતા ને સમતાથી પ્રસન્નતા વધે છે.
સમ્યત્વ સામાયિક અને ચારિત્ર સામાયિક દીક્ષા વખતે જ સ્પષ્ટ આલાવાના ઉચ્ચારણપૂર્વક ઉચ્ચરાવવામાં આવે છે. યોગોદ્ધહન એટલે શ્રુતસામાયિકની સાધના...! " સંકલેશ સંસારનો, સમતા મોક્ષનો માર્ગ છે. “લેશે વાસિત મન સંસાર, કલેશ- રહિત મન તે ભવપાર.” સંકલેશથી ૧૪ પૂર્વી નિગોદમાં ગયા છે ને અસંકલેશથી “મા રુષ મા તુષ' આ બે વાક્ય પણ યાદ નહિરાખી શકનાર ભાષ0ષ મુનિકેવળજ્ઞાની બન્યા છે.
* નારકીનો જીવ જેમ નરકથી, કેદી કેદથી ભાગવા ઈચ્છે તેમ મુમુક્ષુ સંસારથી ઘૂટવા ઈચ્છે. ક્રોડપતિનો પુત્ર પણ વિષયોને વિષ જેવા માને.
પાંચ લક્ષણો અંદર રહેલી ઉત્કટ મુમુક્ષુતાને બતાવે છે. ૧) શમઃ ગુરુ ગમે તેટલા કડવા વેણ કહે, પણ તે ગુસ્સે ન થાય. ૨) સંવેગઃ મોક્ષની તીવ્ર ઈચ્છા હોય. અર્થાત્ આત્મશુદ્ધિની તીવ્ર ઇચ્છા હોય. ૩) નિર્વેદઃ નરકથી જ નહિ, સ્વર્ગના સુખોથી પણ વિરક્ત હોય. ગરીબીથી જ નહિ
અમીરીથી પણ વિરક્ત હોય. ૪) અનુકંપાઃ દુઃખી જીવો પ્રત્યેકરુણાદ્ધ થયું હોય. છજીવનિકાયના વધમાં પોતાનો
વધ થતો જુએ. ૫) આસ્તિક્યઃ દેવ-ગુરુના વચન પર પૂરો ભરોસો હોય. આથી સંપૂર્ણ સમર્પિત હોય.
* આવો જન્મ ફરી-ફરી નહિ મળે. મહેરબાની કરીને આત્મસાધનાનું કાર્ય પછી પરનહિ રાખતા. આવી સામગ્રી ફરી-ફરી ક્યાં મળશે? નાવડી કિનારે આવવાની તૈયારી છે ને આપણે પ્રમાદ કરીશું? આ હું મારા હૃદયની વાત કરું છું.
૧૬૮ •••
.... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org