________________
પ્રેમ આત્માનો સ્વભાવ છે. એ છોડી ન શકાય, પણ તેનું રૂપાંતર કરી શકાય. પુદ્ગલનો પ્રેમ પ્રભુમાં જોડી શકાય.
શબ્દાદિ પદ્ગલના ગુણો છે. જ્ઞાનાદિ આત્માના ગુણો છે. આપણને ક્યા ગુણો ગમે? જે ગુણો ગમશે તે મળશે.
* પ્રભુનો શરણાગત નિર્ભય હોય. ભય હોય તો સર જવું. હજુ પ્રભુનું સંપૂર્ણ શરણું સ્વીકાર્યું નથી.
* પ્રભુના ગુણો અને પ્રભુ! પ્રભુનું નામ અને પ્રભુ, પ્રભુની મૂર્તિ અને પ્રભુ એક જ છે.
* નદીનું પૂર જ્યારે કાંઠા તોડીને વહેવા લાગે ત્યારે કૂવો, તળાવ, નદી બધું જળબંબાકાર થઇ જાય છે, ત્યાં કોઈ ભેદ રહેતો નથી. પ્રભુ સાથે એકતા સધાઈ જાય છે, ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા સધાઈ જાય છે ત્યારે બધું એક થઇ જાય છે.
* કોઈપણ પદાર્થ પર આસક્તિ ન થાય, એવું જીવન ક્યારે બને? પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે, પ્રભુ સાથે એકતા સધાય ત્યારે..
૧૬૬ ..
.... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org