________________
Íત, ૨૧-૮-૯૯, શ્રા. સુદ-૧૦.
અલ્પ સંસારીને પ્રભુની વાણી – આજ્ઞા ગમે છે, તે મુજબ જીવન જીવવાનું ગમે છે. આ જ મોક્ષનો સાચો ઉપાય છે. આજ્ઞાખંડન એ જ ભવભ્રમણનો હેતુ છે. કર્મબંધનો મુખ્ય હેતુ આજ્ઞાવિરાધના જ છે.
* પ્રમાદ નહિ અપ્રમાદ, શુભયોગો, સભ્યત્વવગેરે આવે તો આપણી પ્રયાણની દિશા બદલાઈ જાય, મોક્ષની દિશા આવી જાય. પહેલાનો અવળો પુરુષાર્થ સવળો પુરુષાર્થ બની જાય.
કર્મો બાંધવા – ભોગવવામાં પુરુષાર્થ હોય જ છે, પણ એ હવે કેવો કરવો? એ નક્કી કરવાનું છે. હું કહું છું કે પુરુષાર્થ કરવો જ છે તો અવળો શા માટે કરવો? સવળો શા માટે ન કરવો?
“આ કરવું, આ નહિ, ઈત્યાદિ ઝીણી-ઝીણી વાતોનો ઉપદેશ એટલે આપ્યો છે કે આપણે વક્ર અને જડ છીએ. નટનો નિષેધ ર્યો હોય તો નટીનું નાટક જોનારા અને વળી પાછા પ્રેરક ગુરુને તોડનારા આપણે છીએ ! જેટલી વક્રતા અને જડતા વધુ તેટલો વિધિનિષેધનો ઉપદેશ વધુ! માણસજેટલો જંગલી અને અસભ્ય, કાયદા-કાનૂન તેટલા જ વધુ! વધતા જતા કાયદા, માણસની વધતી જતી અસભ્યતાને બતાવે છે, વિકાસને નહિ.
કહે કલાપૂર્ણસૂરિ .....
Jain Education International
... ૧૬૭ www.jainelibrary.org
For Private & Personal Use Only