________________
I'ક ''
1
શુઝ, ૨૦-૮-૯,
શ્રા. સુદ-૯.
* શ્રાવકની સમગ્ર પ્રવૃત્તિ ચારિત્રાવરણીય કર્મના ક્ષય માટે જ હોય. ક્યારેક પ્રસંગ આવી પડતાં તે દીક્ષા લેવા તૈયાર થઈ જાય. પ્રવજ્યા પછી પ્રતિદિન સાધુની દિનચર્યા કેવી હોય? તે જાણવાનો શ્રાવકને અધિકાર છે.
* પડિલેહણા સાધુ કોઈપણ ચીજ પડિલેહણ વગરની ન વાપરે. ગોચરી જતી વખતે પણ દૃષ્ટિ પડિલેહણ કરે. એક વખતે ગુરુએ શિષ્યને એ અંગે સહેજ ટકોર કરી. શિષ્યને થયું વારંવાર શું જોવાનું? હમણાં તો જોયેલું. ઝોળી ખોલીને જોયું તો અંદર વીંછી હતો.
ઘણી વખત જોયા વિના તરપણી લઇ જતાં અંદર દોરો, પૂંજણી વગેરે પડેલા હોય. આવું ઘણી વખત બનતું હોય છે. માટે જ જોવું જરૂરી છે.
હું નાનો હતો. સ્પંડિત જવાની ઉતાવળ. ગંજી ઉતારીને ખીલી પર લટકાવ્યું. પાંચ-દસ મિનિટ પછી એમને એમ પહેરી લીધું. જોયું તો છ ઈંચ મોટો વીંછી. પણ કરડ્યો નહિ. અમારું ઘર વીંછીનું ઘર હતું સાફ કરે તો ૧૦-૧૫ વીંછી તો નીકળે જ. પણ મને કદી વીંછી કરડ્યો નથી. “ધર્મો રક્ષતિ રક્ષિતઃ'
દરેક ક્રિયા જયણાપૂર્વકની હોવી જોઈએ. જયણા ન રાખી તો આપણને તો દોષ લાગ્યો જ સમજો. પછી ભલે જીવહિંસા ન પણ થઈ હો! સાધુ માટે પ્રમાદ એ જ
.. કહે કલાપૂર્ણસૂરિ
૧૬૪ ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org