________________
પંક્તિમાં પ્રભુ-વિરહકેવો દેખાઇ રહ્યો છે?
આપણે પ્રભુ વિરહવિના પ્રભુ દર્શન પામવા ચાહીએ છીએ. ઉકળાટ વિના વાદળ પણ નથી. વરસતો તો પ્રભુ ક્યાંથી વરસે? અત્યારે ઠંડુ વાતાવરણ છે. જરાય ઉકળાટ નથી. તો વાદળ ક્યાં વરસે છે?
પ્રભુ – મિલન, (કવળજ્ઞાનની પ્રાપ્તિ) તો ક્ષણવારમાં જ, અન્તર્મુહૂર્તમાં જ થવાનું છે, પણ એના માટે જનમ-જનમની સાધના જોઈશે, પ્રભુ-વિરહનો ઉત્કટ તલસાટ જોઈશે.
* યથાપ્રવૃત્તિકરણ આમ અસંખ્ય પ્રકારે છે, પણ મુખ્ય બે પ્રકારે ઃ ચરણ યથાપ્રવૃત્તિકરણ અને અચરમ યથાપ્રવૃત્તિકરણ.
અસંખ્ય યથાપ્રવૃત્તિકરણો થયા પછી છેલું એવું યથાપ્રવૃત્તિકરણ આવે છે તેને અપૂર્વકરણમાં લઈ જાય. અપૂર્વકરણ એવું વ્રજ છે, જે રાગ-દ્વેષની તીવ્ર ગાંઠ વીંધી નાખે. રાગ-દ્વેષની ગાંઠ ભેદતાં પ્રભુના દર્શન થાય. વાદળ હટતાં જેમ ચન્દ્રના દર્શન થાય.
* હરિભદ્રસૂરિનું વચન એટલે આગમિક વચન! એવી મહોરછાપ હરિભદ્રસૂરિ પછી થયેલા દરેક આચાર્યોએ લગાવી છે. કેવા એ ગીતાર્થ અને શાસન - સમર્પિત મહાપુરુષ હશે! એમના ગ્રંથો વાંચો તમને એમનું હૃદય વાંચવા મળશે.
કહે કલાપૂર્ણસૂરિ Jain Education Sternational**
For Private & Personal Use Only
૬૭. www.jainelibrary.org