________________
કહેવાઇએ?
સાધુ કોઈપણ ઘરે વહોરવા જાય, કોઈચાર્જ નહિ, સુલભતાથી ગોચરી આદિ મળી જાય, એ કોનો પ્રભાવ? ભગવાનનો! એ ભગવાનને ભૂલાય શી રીતે?
ભગવાન વિદ્યમાન હતા ત્યારે પણ લોકો પોતાના હૃદયમાં તેમનું નામ જ રાખતા હતા, સ્થાપના દ્વારા જ ઉપાસના કરતા હતા. ભગવાન મોક્ષે ગયા પછી પણ નામ અને સ્થાપનામાં કોઈ ફરક નથી પડ્યો. એ તો એના એ જ છે. એની કલ્યાણકારતા પણ એની એ જ છે.
ભગવાન પ્રત્યે ભક્તિન જાગતી હોય તો માનવું હું દીર્ધસંસારી છું. અલ્પકાલીન સંસારવાળાને ભગવાન ગમે જ. અલ્પકાળમાં જે સ્વયં ભગવાન બનવાનો છે, એને ભગવાન ન ગમે એ શી રીતે ચાલે? ભગવાન ને ગમે તે ભગવાન બની શકે નહિ
યશ વિ. જેવા તો ત્યાં સુધી કહે છેઃ મુક્તિથી પણ મને ભક્તિ પ્યારી છે. જ્યાં ભક્તિ નહોય એવી મુક્તિથી મારે શું કામ છે?
ભક્ત સર્વ જીવમાં પણ ધીરે-ધીરે ભગવાન જુએ છે. આજે નથી, પણ કાલે એ ભગવાન બનવાનો જ છે.
જીવ શિવ જ છે. આજનું બી, કાલનું વૃક્ષ છે. માળી બીમાં વૃક્ષ દેખે છે. ભક્ત જીવમાં શિવ જુએ છે.
___ यत्र जीवः शिवस्तत्र, न भेदः शीवजीवयोः । न हिंस्यात् सर्व भूतानि, शिवभक्ति-समुत्सुकः ।।
- અન્ય દર્શન. આપણે પણ માનીએ છીએ?
जिनो दाता जिनो भोक्ता, जिनः सर्वमिदं जगत् । जिनो जयति सर्वत्र, यो जिनः सोऽहमेव च ।।
– શકસ્તવ. આવશ્યક નિર્યુક્તિમાં..... પ્રશ્ન કેવળજ્ઞાનનું પ્રમાણ કેટલું? ઉત્તર ગુણ-ગણીનો અભેદ. એ દૃષ્ટિએ જઘન્યથી બે હાથ (કૂર્મીપુત્ર) અને ઉત્કૃષ્ટથી ચૌદ રાજલોક. (સમુદ્યાત વખતે) સામાન્યદેહધારી કેવળીનું ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્ય.
... કહે કલાપૂર્ણસૂરિ
૧૫૮ - Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org