________________
ઓ રે હો હો
" જોધ" : કડક
બુધ, ૧૮-૮-૯૯, શ્રા. સુદ-9.
* આગમો પર નિર્યુક્તિ, ભાગ, ચૂર્ણિ, ટીકાઓ ન હોય તો વાસ્તવિક અર્થ સમજાય નહિ, માટે જ ચૂર્ણિ ટીકા વગેરે પણ આગમ જેટલા જ ઉપકારી છે. અર્થને ન માનીએ તો ભગવાનની, સૂત્રને ન માનીએ તો ગણધરની આશાતના થાય. કારણ કે તેના આદ્ય પ્રરૂપક તેઓ છે.
* વિદ્યાથી વિવાદ નથી કરવાનો, વિવેક જગાવવાનો છે. વિવેકથી વૈરાગ્ય - વિરતિ - વિજ્ઞાન વગેરે પ્રગટે છે.
આપણે એમ માની લીધું વૈરાગ્ય તો મુમુક્ષુને હોય. સાધુને જરૂર નહિ. વૈરાગ્ય વિના ચારિત્ર ટકે શી રીતે? જ્ઞાન વધે તેમ વૈરાગ્ય વધવો જોઈએ. દોષોની નિવૃત્તિ અને ગુણોની પ્રાપ્તિ કરાવે તે જ સાચું જ્ઞાન ! જ્ઞાનથી જો અભિમાનાદિ વધે તો અજ્ઞાન કોને કહીશું? દીવાથી અંધારું વધે તો દીવો કોને કહીશું? પ્રભુ - ભક્તિ વૈરાગ્યાદિ ગુણો જ્ઞાનથી વધવા જોઈએ. જ્ઞાન - ભક્તિ – વૈરાગ્ય ત્રણેય સાધનામાં જરૂરી છે.
* દીક્ષા એટલે ચોરાશી લાખ જીવયોનિના જીવોને અભયદાનનું ઘોષણા - પત્રક...! દયા કરુણા વિના દીક્ષા ન ટકે. એ માત્ર મનથી ન ચાલે, વર્તનમાં આવવું જોઈએ. સાધુ અને વર્તનમાં મૂકે છે. ગૃહસ્થો એ ન કરી શકે.
મંડિકચોરની કથા વધયોગ્ય ચોરને બીજી રાણીઓએ એક જ દિવસ માટે બચાવ્યો
૧૫૬ ...
..... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org