________________
ને ભક્તિ કરી. જ્યારે અણમાનીતીએ જીવનભર માટે અભયદાન આપ્યું. ખાવા-પીવાનું સાદામાં સાદું આપ્યું. સારામાં સારી મીઠાઈ કરતાં ચોરને અભયદાન વધુ ગમ્યું. સાચે જ જીવને સૌથી વધુ પ્રિય અભયદાન છે.
મરતાને બચાવવો તે અભયદાન છે, અહિંસા છે. જીવતાને મદદ કરવી તે દયા છે.
હૃદયમાં છલકાતી કરુણા બે રીતે પ્રગટ થાય છે ? નકારાત્મકપણે અને હકારાત્મકપણે. અહિંસા, કરૂણાનું નકારાત્મક પાસું છે, દયા હકારાત્મક.
જીવોને કતલખાનાથી બચાવવા તે અહિંસા. તે જીવોને પાંજરાપોળમાં નિભાવવા તે દયા.
અહિંસા જેટલું જ મહત્ત્વદયાનું છે. ક્યારેક એથી પણ વધી જાય. મરતા જીવ પર તો કદાચ બધા જ દયા કરે, પણ જીવતા પર દયા વિરલા કરે.
અહિંસાથી પ્રધાનપણે સંવર- નિર્જરા થાય. દયાથી પુણ્ય થાય. સાધુ માટે અહિંસા મુખ્ય છે. ગૃહસ્થો માટે દયા મુખ્ય છે.
જીવોને પીડા ન થાય તેની તકેદારી સાધુ રાખે.
જીવોનું જીવન-યાપન સુખેથી થાય તેની તકેદારી ગૃહસ્થ રાખે. અહિંસા અભયદાનથી ટકે. દયા દાનથી ટકે. દાન વગરની દયા માત્ર બકવાસ છે.
* ગુરુશિષ્યને સ્વજનાદિથી વિયોગકરાવીને પાપ નથી કરતા, આત્માના ભૂલાઈ ગયેલા ક્ષમાદિ સ્વજનો સાથે મિલાપ કરાવે છે.
સંયમ જીવનમાં શુદ્ધ ઉપયોગ પિતા છે. ધૃતિ (આત્મરતિ) માતા છે. સમતા પત્ની છે. સહપાઠી સાધુ જ્ઞાતિ છે. - જ્ઞાનસાર.
એનાથી પણ આગળ વધીને ગુરુપ્રભુ સાથે મિલન કરાવી આપે છે.
લોચ – વિહારાદિ દ્વારા કેળવેલી સહનશીલતા જીવનભરકામ લાગે. પછી નાનકડું દુઃખ વિચલિત ન કરી શકે.
ભક્તિઃ
આપણે જૈન સાધુ તરીકે ઓળખાઈએ છીએ. જૈન એટલે જિનનો સાધુ! જે ભગવાનથી આપણે ઓળખાઈએ એ જ ભગવાનને ભૂલી જઈએ તો કૃતદન ન
કહે કલાપૂર્ણસૂરિ ..
... ૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org